ઍરોનના પગના અંગૂઠાનો નખ ઊખડી ગયો

Published: 7th December, 2011 09:44 IST

તેની ઈજાને કારણે મિથુનને રમવા મળ્યું, પરંતુ તેની ઓવરના ૨૩ રન ભારતને નડ્યાઅમદાવાદ : સોમવારે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં અભિમન્યુ મિથુનને શા માટે વરુણ ઍરોનને બદલે લેવામાં આવ્યો એવું પૂછવામાં આવતાં કૅપ્ટન વીરેન્દર સેહવાગે પત્રકારોને કહ્યું હતું કે મૅચ પહેલાં સવારે પ્રૅક્ટિસ દરમ્યાન ઍરોનને પગના અંગૂઠામાં ઈજા થઈ હતી જેમાં અંગૂઠાનો નખ ઊખડી ગયો હતો.

મિથુને સોમવારે ૧૬ બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી ૨૩ રન બનાવ્યા હતા અને ઉમેશ યાદવ (૧૧ નૉટઆઉટ) સાથે મળીને ભારતને જીતવાની ઘણી આશા અપાવી હતી. જોકે ૪૭મી ઓવરમાં રવિ રામપૉલના બૉલમાં મિથુને વિકેટ ગુમાવીને એ આશા પર પાણી ફેરવી દીધું હતું અને ભારતની માત્ર ૧૬ રનના માર્જિનથી હાર થઈ હતી. એ પહેલાં કૅરિબિયનોની ઇનિંગ્સમાં મિથુનની ૪૯મી ઓવરમાં જે ૨૩ રન બન્યા હતા એ જ ટીમ ઇન્ડિયાને ભારે પડ્યા હતા. મિથુનની એ ઓવરમાં ડૅરેન સૅમીએ બે સિક્સર અને બે ફોર સહિત બાવીસ રન ઝૂડી કાઢ્યા હતા.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK