Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાગડ T20માં સોમવારે સેમી ફાઇનલ

વાગડ T20માં સોમવારે સેમી ફાઇનલ

15 December, 2012 10:13 AM IST |

વાગડ T20માં સોમવારે સેમી ફાઇનલ

વાગડ T20માં સોમવારે સેમી ફાઇનલ




શ્રી વાગડ કલા કેન્દ્રની T20 લીગ મૅચ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈ કાલે વી. એસ. સી. કાલબાદેવી અને આકૃતિ-પાર્લેની ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો. આ સાથે હવે સોમવારની સેમી ફાઇનલ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હતો. ફાઇનલ (નાઇટ મૅચ) રવિવાર ૨૩ ડિસેમ્બરે રમાશે.

સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ઇન્ડિયન ઍરલાઇન્સ ગ્રાઉન્ડમાં રમાતી આ સ્પર્ધામાં ગઈ કાલે સેકન્ડ ક્વૉલિફાઇંગ રાઉન્ડના આખરી દિને વી. એસ. સી. કાલબાદેવીએ પાંચ વિકેટે ૧૭૪ રન બનાવ્યા પછી બોરીવલી ચૅલેન્જર્સને પાંચ વિકેટે બનેલા ૧૨૯ રન સુધી સીમિત રાખીને ૪૫ રનથી પરાજિત કર્યું હતું. વી. એસ. સી. કાલબાદેવીના અમિત શાહ (૭૮ નૉટઆઉટ, ૪૪ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. તેણે એક વિકેટ પણ લીધી હતી.

બીજી મૅચમાં આકૃતિ-પાર્લેએ ત્રણ વિકેટે ૧૬૦ રન બનાવ્યા પછી ટીમ ઘાટકોપરને છ વિકેટે બનેલા ૧૨૯ રન સુધી મર્યાદિત રાખીને ૩૧ રનથી પરાજય આપ્યો હતો. ટીમ ઘાટકોપરે સારા રનરેટથી વિજય મેળવીને સેમીમાં પહોંચવાનો મોકો ગુમાવ્યો હતો. જોકે ટીમ ઘાટકોપરના અંકિત સાવલા (પંચાવન રન, ૪૭ બૉલ, ૮ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

સેમી ફાઇનલનું સમયપત્રક


આવિષ્કાર-અંધેરી v/s વી. એસ. સી. કાલબાદેવી

સવારે ૯.૩૦

આકૃતિ-પાર્લે v/s ચેઇન ગ્રુપ-થાણે

બપોરે ૧.૦૦

સી. સી. = ક્રિકેટ ક્લબ, વી. એસ. સી. = વાગડ સ્પોર્ટ્સ ક્લબ


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2012 10:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK