ટેનિસ : બ્રાયન બ્રધર્સ લેશે નિવૃતી, કુલ 118 ટુર્નામેન્ટ અને 16 ગ્રાન્ડસ્લેમ જીત્યા

Published: Nov 14, 2019, 20:00 IST | Mumbai

41 વર્ષના જુડવા ભાઈઓએ કહ્યું કે, તે આવતા વર્ષે યુએસ ઓપનમાં ભાગ લીધા પછી નિવૃત્તિ લેશે. તે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ 1995માં રમ્યા હતા. બંને ભાઈઓએ અત્યાર સુધીમાં રેકોર્ડ 118 ટૂર્નામેન્ટ જીતી છે. તેમાં 16 ગ્રાન્ડસ્લેમ શામેલ છે.

બ્રાયન બ્રધર્સ (PC : Bob Bryan, Twitter)
બ્રાયન બ્રધર્સ (PC : Bob Bryan, Twitter)

ટેનિસ જગતના દિગ્ગજ ગણાતા એવા અમેરિકાના સ્ટાર બ્રાઇન બ્રધર્સ હવે ટેનિસ જગતને અલવિદા કહેશે. બોબ બ્રાયન અને માઈક બ્રાયન બ્રધર્સે છેલ્લા ઘણા સમયથી ટેનિસ જગતમાં રાજ કર્યું છે. 41 વર્ષના જુડવા ભાઈઓએ કહ્યું કે, તે આવતા વર્ષે યુએસ ઓપનમાં ભાગ લીધા પછી નિવૃત્તિ લેશે. તે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ 1995માં રમ્યા હતા. બંને ભાઈઓએ અત્યાર સુધીમાં રેકોર્ડ 118 ટૂર્નામેન્ટ જીતી છે. તેમાં 16 ગ્રાન્ડસ્લેમ શામેલ છે. તેમણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.જાણો, બ્રાયન બ્રધર્સે શું કહ્યું
બોબ બ્રાયને કહ્યું, અમે નક્કી કર્યું છે કે અમારે મગજને આરામ આપવો છે. આ જર્ની બહુ સારી રહી છે. અમે સ્વસ્થતા સાથે આ સફર સમાપ્ત કરવા માગીએ છીએ. અમે હજી પણ ટાઇટલ જીતવા માટે રમી રહ્યા છીએ. બંને ભાઈ પહેલીવાર 2003માં ડબલ્સમાં નંબર વન બન્યા હતા. બંને ભાઈ 438 અઠવાડિયા સુધી પ્રથમ સ્થાને રહ્યા અને 10 વાર સીઝનનો અંત પ્રથમ સ્થાને કર્યો હતો.

આ પણ જુઓ : IPLમાં ફૅમસ થઈ હતી આ 'મિસ્ટ્રી ગર્લ', દીપક ચાહર સાથે છે કનેક્શન

બ્રાયન બ્રધર્સના નામે આ રેકોર્ડ્સ છે જે હજુ કોઇ તોડી નથી શક્યું
તમને જણાવી દઇએ કે બ્રાયન બ્રધર્સે અત્યાર સુધી રેકોર્ડ 118 ટુર્નામેન્ટ જીતી છે. જેમાં 16 ગ્રાન્ડ સ્લેમના ટાઇટલ છે. તો લંડન ઓલિમ્પિક 2012 માં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. તો બીજી તરફ બંને ભાઇઓએ 438 અઠવાડિયા સુધી પહેલા સ્થાને રહેવાનો અને 10 વાર સીઝનના અંત સુધી પહેલા સ્થાને રહેવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK