Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અક્ષયકુમારની ટીમને હરાવીને સોનાક્ષીની ટીમ ચૅમ્પિયન

અક્ષયકુમારની ટીમને હરાવીને સોનાક્ષીની ટીમ ચૅમ્પિયન

23 November, 2014 05:12 AM IST |

અક્ષયકુમારની ટીમને હરાવીને સોનાક્ષીની ટીમ ચૅમ્પિયન

અક્ષયકુમારની ટીમને હરાવીને સોનાક્ષીની ટીમ ચૅમ્પિયન



kabbadi




ગઈ કાલે પંજાબના મોહાલીમાં આવેલા ઇન્ટરનૅશનલ હૉકી સ્ટેડિયમમાં યોજાયેલી વર્લ્ડ કબડ્ડી લીગની પહેલી ફાઇનલમાં સોનાક્ષી સિંહાની યુનાઇટેડ સિંઘ્સ ટીમ અક્ષયકુમારની ખાલસા વૉરિયર્સ ટીમને છેલ્લી ઘડીએ માત આપીને ચૅમ્પિયન બની હતી. વિજેતા ટીમને ૧.૮૦ કરોડ રૂપિયા તથા ટ્રોફી મળી હતી. પહેલા ક્વૉર્ટરમાં યુનાઇટેડ સિંઘ્સે ૧૨ તો ખાલસા વૉરિયર્સને ૧૭ પૉઇન્ટ મળ્યા હતા. મૅચના ત્રીજા ક્વૉર્ટર સુધી પાછળ રહેલી ટીમે છેલ્લા ક્વૉર્ટરમાં અદ્ભુત પ્રદર્શન કરીને આ મૅચ ૫૮-૫૫થી જીતી હતી.

સેમી ફાઇનલમાં હારેલી બે ટીમો વચ્ચે ત્રીજા સ્થાન માટે થયેલી મૅચમાં કૅલિફૉર્નિયા ઈગલ્સે વૅનકુવર લાયન્સને ૬૬-૫૭થી હાર આપી હતી. રનર્સ-અપ ખાલસા વૉરિયર્સને ૯૦ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો તો કૅલિફૉર્નિયા ઈગલ્સને ૪૫ લાખ તથા વૅનકુવર લાયન્સને ૨૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.

યુનાઇટેડ સિંઘ્સની કો-ઓનર સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે તે તેની ટીમની સફળતાથી ઘણી ખુશ છે. વળી તેણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતા વર્ષે પણ તેની ટીમ જ જીતશે. મૅચ શરૂ થાય એ પહેલાં પંજાબી સિંગર અમરિન્દર ગિલે હાજર રહેલા દર્શકોનું મનોરંજન કર્યું હતું. ચાર મહિના પહેલાં શરૂ થયેલી વર્લ્ડ કબડ્ડી લીગમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2014 05:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK