Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > UAE ના આ બે પ્લેયર્સ ઉપર ICC કાર્યવાહી કરશે

UAE ના આ બે પ્લેયર્સ ઉપર ICC કાર્યવાહી કરશે

13 September, 2020 05:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

UAE ના આ બે પ્લેયર્સ ઉપર ICC કાર્યવાહી કરશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


યુનાઈટેડ અરબ અમીરાત (UAE)ના બે પ્લયેર્સ આમિર હયાત અને અશફાક અહમદે ICCના એન્ટી કરપ્શન નિયમોનું ઉલ્લંઘન કર્યા હોવાના આરોપ છે. આઈસીસી આ બંને પ્લેયર્સને તત્કાળ સસ્પેન્ડ કરી શકે છે. બંને વિરુદ્ધ પાંચ જગ્યાએ નિયમોનો ભંગ કર્યો હોવાનો આરોપ છે.

અમીરાત ક્રિકેટ બોર્ડે તો અશફાકને ગયા વર્ષે ઑક્ટોબરમાં આઈસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં જ સસ્પેન્ડ કર્યો હતો. જોકે તેના વિરુદ્ધ કોઈ કેસ કરવામાં આવ્યો નહોતો. આ બંને ખેલાડીઓ વિરુદ્ધ આઈસીસીના એન્ટી કરપ્શનના કોડ ઑફ કંડક્ટના નિયમો તોડવાનો આરોપ છે.




આ વાતની જાણકારી આઈસીસીએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા આપી હતી. આ વખતની ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની તૈયારીઓ પણ યુએઈમાં જ ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK