બીસીસીઆઈ ( BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (sourav ganguly) તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેમણે 22 વખત કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે.
ગાંગુલીએ કહ્યું કે કોરોના મહામારી વચ્ચે છેલ્લા સાડા ચાર મહિનામાં તેમણે લગભગ 22 કોવિડ -19 ટેસ્ટ કરાવ્યા હતા. આ વખતે UAEમાં યોજાયેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં તેમણે આટલા ટેસ્ટ કરાવ્યા હતા.
19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં હતા. એક વર્ચ્યુઅલ મીડિયા કોન્ફરન્સમાં ગાંગુલીએ કહ્યું કે 22 વાર કોરોના તપાસ કર્યા પછી પણ તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો નથી.
આ પણ વાંચોઃ આઈએસએલની સફળતા કોરોનાના ડરને ઘટાડશેઃ ગાંગુલી
ગાંગુલીની આસપાસના લોકો પોઝિટીવ જોવા મળ્યા હતા. આ કારણોસર તેમણે પણ કોવિડ -19 ટેસ્ટ કરાવવો પડતો હતો. બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે તે તેમના વૃદ્ધ માતા-પિતા સાથે રહે છે. તે દુબઈમાં ગયા હતા. શરૂઆતમાં, તે પોતાના માટે ઉપરાંત બાકીના લોકો માટે ખૂબ જ ચિંતિત હતો.
ગાંગુલીએ કહ્યું હતું કે મને સતત ચિંતા એ સતાવતી રહી કે ક્યાંક મારા કારણે તેમને ચેપ ન લાગે. હાલ સમય એવો આવી રહ્યો છે કે લોકોએ ખૂબ જ સંભાળીને રહેવુ જોઇએ.
હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં ગાંગુલીએ કહ્યું... હું એકદમ સ્વસ્થ છું
8th January, 2021 14:37 ISTહૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી ગાંગુલીએ બાળપણના મિત્ર માટે લખી ભાવુક પોસ્ટ
7th January, 2021 14:09 ISTઆજે હૉસ્પિટલમાંથી ગાગુલીને અપાશે રજા
7th January, 2021 12:59 ISTસૌરવ ગાંગુલીની હાલત સ્ટેબલ
5th January, 2021 15:37 IST