Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આજથી ચેમ્પિયન્સ લીગ ફુટબોલની શરૂઆત, ચેમ્પિયન ટીમને મળશે 632 કરોડ

આજથી ચેમ્પિયન્સ લીગ ફુટબોલની શરૂઆત, ચેમ્પિયન ટીમને મળશે 632 કરોડ

17 September, 2019 07:10 PM IST | Mumbai

આજથી ચેમ્પિયન્સ લીગ ફુટબોલની શરૂઆત, ચેમ્પિયન ટીમને મળશે 632 કરોડ

ફુટબોલ ચેમ્પિયન્સ લીગ ટ્રોફી

ફુટબોલ ચેમ્પિયન્સ લીગ ટ્રોફી


Mumbai : ફુટબોલના ચાહકો માટે આજથી રોમાંચના દિવસો શરૂ થઇ ગયા છે. યુરોપની ફુટબોલ જગતની સૌથી મોટી લીગ એટલે કે ચેમ્પિયન્સ લીગની શરૂઆત આજથી થઇ ગઇ છે. કહેવામાં આવે છે કે ચેમ્પિયન્સ લીગ એ વિશ્વની સૌથી મોટી ફુટબોલ લીગ માનવામાં આવે છે. આજથી 64 વર્ષ પહેલા શરૂ થયેલ આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમો ભાગ લઇ રહી છે. ત્યારે તમામ ફુટબોલ ચાહકો આ ટુર્નામેન્ટ જોવા માટે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે.

લીગમાં વિજેતા ટીમને 632 કરોડ ઇનામી રકમ મળે છે

ફુટબોલની સૌથી મોટી લીગ ગણાતી ચેમ્પિયન્સ લીગમાં વિજેતા ટીમને આ વખતે 632 કરોડની ઇનામી રમ મળશે. ગત વર્ષે2018માં રમાયેલ ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનારી ફ્રાન્સની ટીમ કરતા 143% વધુ રકમ છે. એટલે કે ફ્રાન્સની ફુટબોલ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનવા પર 260 કરોડ મળ્યા હતા. ચેમ્પિયન્સ લીગની ફાઇનલ મેચ 20 મે 2020ના રોજ ઇન્સ્તાબુલ ખાતે રમાશે.

સ્પેનના ક્લબે સૌથી વધુ વાર ટાઇટલ જીત્યું
અત્યાર સુધીમાં સ્પેનના ક્લબે 18 વાર ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ સૂચિમાં તે પ્રથમ સ્થાને છે. સ્પેનિશ ક્લબ 11 ફાઇનલ હાર્યું છે. બીજા સ્થાને ઇંગ્લેન્ડ છે. તેની ક્લબ 13 વાર ચેમ્પિયન બન્યું છે. તેમજ તેણે 9 વાર ફાઇનલમાં હારનો સામનો કર્યો છે. ત્રીજા સ્થાને ઇટાલી છે. તેનું ક્લબ 12 વાર ચેમ્પિયન બન્યું અને 16 વાર ફાઇનલ હાર્યું છે.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ માટે 105 ગોલ કર્યા
ટૂર્નામેન્ટના ઓલટાઈમ ટોપ સ્કોરર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 162 મેચમાં 126 ગોલ કર્યા છે. તેણે તેમાંથી 105 ગોલ રિયલ મેડ્રિડ માટે કર્યા છે. 15 ગોલ મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને 6 ગોલ યુવેન્ટ્સ માટે કર્યા છે. બીજા સ્થાને બાર્સેલોનાનો લિયોનલ મેસી છે. તેણે 135 મેચમાં 112 ગોલ કર્યા છે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

રોનાલ્ડોએ ખેલાડી તરીકે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા
રોનાલ્ડો 5 વાર ચેમ્પિયન્સ લીગ જીતનાર ટીમનો સદસ્ય રહ્યો છે. તે આ સૂચિમાં બીજા સ્થાને છે. ખેલાડી તરીકે સ્પેનના પાકો જેન્ટોએ સૌથી વધુ 6 વખત ટાઇટલ જીત્યું છે. લિયોનલ મેસીએ 4 વખત પોતાના ક્લબને ટાઇટલ જીતાડ્યુ છે. બાર્સેલોના છેલ્લે 2015માં ચેમ્પિયન્સ લીગ જીત્યું હતું. ગઈ સીઝનની સેમિફાઇનલમાં તે લિવરપૂલ સામે હાર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 07:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK