Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અન્ડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 60 રને હરાવ્યું

અન્ડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 60 રને હરાવ્યું

08 September, 2019 11:45 AM IST | મોરાટુવા

અન્ડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 60 રને હરાવ્યું

ભારત અને પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન


પ્લેયર ઑફ ધ મૅચ અર્જુન આઝાદના ૧૨૧ અને તિલક વર્માના ૧૧૦ રનની મદદથી અન્ડર-૧૯ એશિયા કપની ગ્રુપ-મૅચમાં ભારતે પાકિસ્તાનને ૬૦ રનથી હરાવ્યું છે. મોરાટુવાના ટાયરન ફર્નાન્ડો સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-‘એ’ની મૅચમાં કૅપ્ટન ધ્રુવ જુરેલે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૦૫ રન બનાવ્યા હતા. ૩૦૬ના ટાર્ગેટ સામે કટ્ટર હરીફ પાકિસ્તાને ૧૦.૫ ઓવરમાં ૫૩ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ કૅપ્ટન રોહેલ નઝીર (૧૧૭) અને મોહમ્મદ હેરિસ (૪૩) વચ્ચે ૧૨૦ રનની કીમતી પાર્ટનરશિપ થઈ હતી.

આ પણ વાંચો : ત્રીજા દિવસે અફઘાનિસ્તાને લીધી 374 રનની તોતિંગ લીડ



જોકે ૪૧મી ઓવરમાં રોહેલ આઉટ થતાં સમગ્ર ટીમ ૪૬.૪ ઓવરમાં ૨૪૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતની યુથ ટીમનો ૬૦ રને વિજય થયો હતો. ગ્રુપ-‘એ’ની વધુ એક મૅચમાં અફઘાનિસ્તાને કુવૈતને ૭ વિકેટે કચડી નાખ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 11:45 AM IST | મોરાટુવા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK