Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇરિશો વૉટ્સન સામે ઝૂક્યા

આઇરિશો વૉટ્સન સામે ઝૂક્યા

21 September, 2012 05:07 AM IST |

આઇરિશો વૉટ્સન સામે ઝૂક્યા

આઇરિશો વૉટ્સન સામે ઝૂક્યા




હમ્બનટોટા: આયર્લેન્ડ થોડા દિવસ પહેલાં T20 વર્લ્ડ રૅન્કિંગ્સમાં ૧૦મા નંબરના ઑસ્ટ્રેલિયા કરતાં એક સ્થાન આગળ હતું, પરંતુ બુધવારે T20 વર્લ્ડ કપમાં આઇરિશોએ આ હરીફ ટીમના એકલા શેન વૉટ્સન સામે ઘૂંટણિયાં ટેકવ્યાં હતા. વૉટ્સને તેમના કૅપ્ટન વિલિયમ પૉર્ટરફીલ્ડની મૅચના પહેલા જ બૉલમાં વિકેટ લીધી હતી અને પછી બીજી બે વિકેટો સાથે મૅચમાં કુલ ત્રણ શિકાર કર્યા હતા. મૅન ઑફ ધ મૅચ વૉટ્સને બીજા ઓપનર પૉલ સ્ટર્લિંગનો કૅચ પણ પકડ્યો હતો. પછીથી વૉટ્સને જબરદસ્ત ફટકાબાજી (૫૧ રન, ૩૦ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) કરીને આઇરિશોએ આપેલા ૧૨૪ રનના ટાર્ગેટને સાવ મામૂલી બનાવી નાખ્યો હતો.

આયર્લેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૨૩ રન બનાવ્યા હતા જેમાં કેવિન ઓબ્રાયનના ૩૫ રન હાઇએસ્ટ હતા. તેણે આ ૩૫ રન ૨૯ બૉલમાં પાંચ ફોરની મદદથી બનાવ્યા હતા. કેવિન અને તેના મોટા ભાઈ નિઆલ ઓબ્રાયન બન્નેની વિકેટ લીધી હતી. લેફ્ટી પેસબોલર મિચલ સ્ટાર્ક ઑસ્ટ્રેલિયન ટીમનો બીજો સફળ બોલર હતો. તેણે બે વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ માત્ર ૧૫.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૨૫ રન બનાવીને આ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રથમ મુકાબલો જીતી લીધો હતો. વૉટ્સનના ૫૧ રન ઉપરાંત ડેવિડ વૉર્નરે ૨૩ બૉલમાં ૨૬ રન અને કૅમેરન વાઇટે ૧૯ બૉલમાં અણનમ બાવીસ રન બનાવ્યા હતા. કેવિન ઓબ્રાયને વૉર્નરનો કૅચ પકડ્યો હતો અને પછી માઇક હસી (૧૦ રન)ની વિકેટ પણ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2012 05:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK