યુએઈની સખત ગરમીથી પરેશાન બોલ્ટે કહ્યું... અહીંની ગરમીથી ઍડ્જસ્ટ થવું એ સૌથી મોટી ચૅલેન્જ છે

Published: Sep 15, 2020, 12:26 IST | IANS | Abudhabi

સૌથી મોટી ચૅલેન્જ છે કે અહીં રણની વચ્ચે ૪૫ ડિગ્રીમાં રમવાનું

બૉલ્ટ
બૉલ્ટ

૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૩મી સીઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એવામાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ વતી રમનાર ન્યુ ઝીલૅન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટનું કહેવું છે કે યુએઈની ગરમી સાથે ઍડ્જસ્ટ થવું એ સૌથી મોટી ચૅલેન્જ છે. આ વિશે વાત કરતાં ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે ‘અત્યાર સુધીની સૌથી મોટી ચૅલેન્જ છે કે અહીં રણની વચ્ચે ૪૫ ડિગ્રીમાં રમવાનું છે. હું ઘણા નાના દેશ ન્યુ ઝીલૅન્ડમાંથી આવું છું, જ્યાં હાલની તારીખમાં મધ્ય શિયાળાના ગાળામાં ૭થી ૮ ડિગ્રી તાપમાન હોય છે. હું ઘણી ફ્રૅન્ચાઇઝી માટે રમ્યો છું, પણ મુંબઈ ફૅમિલી માટે રમવા હું ઘણો આતુર છું. મારા અનુભવ પરથી કહું તો આ ટીમ સામે હું ઘણી વાર રમ્યો છું અને આ ટીમની સારી વાત એ છે કે તેઓ ઘણા ઝડપથી પરિવર્તન લાવી શકે છે.’
ટ્રેન્ટ બોલ્ટ અત્યાર સુધી ૩૩ આઇપીએલ મૅચ રમી ચૂક્યો છે જેમાં ૩૮ વિકેટ લેવામાં તેને સફળતા મળી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK