IPLની હરાજી માટે 332 પ્લેયર શૉર્ટલિસ્ટ: બે કરોડની બેઝ પ્રાઇસમાં એક પણ ભારતીય નહીં

Updated: Dec 13, 2019, 15:40 IST | Mumbai

19 ડિસેમ્બરે કલકત્તામાં થશે હરાજી : એક માત્ર રોબિન ઉથપ્પા 1.5 કરોડ સાથે ટોપ પર.

આઇપીએલ ઓક્શન
આઇપીએલ ઓક્શન

આઇપીએલ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે એમ કહી શકાય છે, કેમ કે આઇપીએલ માટે રજિસ્ટર્ડ થયેલા ૯૭૧ પ્લેયરોમાંથી ૩૩૨ પ્લેયરોને હરાજી માટે શૉર્ટલિસ્ટ કરાયા છે. હરાજી માટે બે કરોડ રૂપિયાની ટૉપ બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. આ હરાજી ૧૯ ડિસેમ્બરે કલકત્તામાં થશે.

નોંધનીય છે કે ટૉપ બેઝ પ્રાઇસમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ નથી થયો. બે કરોડની બેઝ પ્રાઇસમાં ઑસ્ટ્રેલિયાના ગ્લૅન મેક્સવેલ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચેલ માર્શ, દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસ અને ડેલ સ્ટેન અને શ્રીલંકાના એન્જલો મેથ્યુઝને શૉર્ટલિસ્ટ કરાયા છે. આ બેઝ પ્રાઇસમાં કોઈ પણ ભારતીય પ્લેયરનું નામ સામેલ નથી. એક માત્ર રોબિન ઉથપ્પા ૧.૫ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ટૉપ ભારતીય પ્લેયર છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ આજ સાંજ સુધીમાં રજૂ કરવામાં આવશે. શૉર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓમાં ૨૪ અનકેપ્ડ ખેલાડી છે. તેમના નામ ફ્રૅન્ચાઇઝી તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. આ હરાજીમાં સૌથી પહેલાં બૅટ્સમેનોની હરાજી થશે. એ પછી ઑલરાઉન્ડર, વિકેટકીપર-બૅટ્સમૅન, ફાસ્ટ બોલર્સ અને પછી સ્પિનર્સની હરાજી થશે. એ પછી કેપ્ડ અને અંતમાં અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે. કુલ ૭૩ ખેલાડીઓની જગ્યા ખાલી છે. એમાંથી ૨૯ વિદેશી ખેલાડીઓ હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK