ટોક્યો ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સના પ્રેસિડન્ટ યોશિરો મૉરીને મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનું ભારે પડ્યું હતું. અહેવાલ પ્રમાણે આજે તેઓ રાજીનામું આપશે. આજે ઑર્ગેનાઇઝિંગ કમિટીની એક્ઝિક્યુટિવ બોર્ડની મીટિંગમાં મૉરીના રાજીનામાની જાહેરાત કરવામાં આવશે. થોડા સમય પહેલાં ઑલિમ્પિક કમિટીની એક ઑનલાઇન મીટિંગ દરમ્યાન ૮૩ વર્ષના મૉરીએ પોતાના વક્તવ્યમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મહિલાઓ મીટિંગમાં વધારે પડતું બોલે છે. આ પ્રકારની તેમની ટિપ્પણીથી જપાનમાં વિવાદ વકર્યો હતો અને વિશ્વભરમાં તેમની આ ટિપ્પણીની ટીકા થઈ હતી. મૉરીએ આ વિવાદ સર્જાયા બાદ પણ રાજીનામું ન આપવાની મક્કમતા દર્શાવી હતી. વળી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક અસોસિએશન (આઇઓસી)એ પણ મૉરીએ રાજીનામું આપવાની જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી.
ગયા વર્ષે કોરોનાને લીધે પોસ્ટપોન થયેલી ઑલિમ્પિક્સ આ વર્ષે ૨૩ જુલાઈથી ૯ ઑગસ્ટ દરમ્યાન યોજાશે. મૉરીના રાજીનામા છતાં ઑલિમ્પિક્સ નવા નિર્ધારિત સમયે યોજાશે એવી આઇઓસીના પ્રેસિડન્ટે બાંયધરી આપી હતી.
વિવાદ વકર્યો હોવા છતાં ટોક્યો ઑલિમ્પિક્સના પ્રેસિડન્ટ રાજીનામું નહીં આપે
5th February, 2021 11:35 ISTકોરોનાકાળમાં પણ ઑલિમ્પિક્સનું આયોજન કરવા કટિબદ્ધ: જપાન
5th January, 2021 15:30 ISTઑલિમ્પિક્સમાં યુવા દર્શકોને આકર્ષવા હવે બ્રેક-ડાન્સ થશે
9th December, 2020 14:56 ISTઆવતા વર્ષે ટોક્યો ઑલિમ્પિકમાં ભારત મેડલ જીતી શકે છે : સવિતા
19th July, 2020 13:58 IST