IPL 2019: બૅન્ગલોર માટે આજે પણ દિલ્હી દૂર રહેશે?

Apr 07, 2019, 10:42 IST

આજની મૅચમાં રસેલવાળી ન થાય એ માટે કોહલીની ટીમે હરીફ ટીમની દસેય વિકેટ જલદી લેવાનો ટાર્ગેટ રાખવો પડશે

IPL 2019: બૅન્ગલોર માટે આજે પણ દિલ્હી દૂર રહેશે?
કોહલી

લાગલગાટ પાંચ પરાજયથી નિરાશ બનેલી વિરાટ કોહલીની કૅપ્ટન્સીવાળી બૅન્ગલોરની ટીમ આજે પોતાના હોમ-ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ સામે જીત મેળવવા સંપૂર્ણ તાકાત લગાવશે. શુક્રવારે કલકત્તાના ઍન્દ્રે રસેલે ૧૩ બૉલમાં ૭ ગગનચુંબી સિક્સરોથી નૉટઆઉટ ૪૮ રન ઝૂડી કાઢીને ૨૦૬ રનનો ટાર્ગેટ પાંચ બાકી રાખીને ચેઝ કરી લીધો હતો. આ વખતે કોહલીના બોલરોએ દિલ્હીની દસેય વિકેટ જલદી લેવાનો ટાર્ગેટ રાખવો પડશે. બૅન્ગલોરની બૅટિંગ લાઇન-અપ વર્લ્ડ ક્લાસ ખેલાડીઓથી ભરેલી છે; જેમાં એબી ડિવિલિયર્સ, કૅપ્ટન વિરાટ, પાર્થિવ પટેલ, શિમરન હેટમાયર સામેલ છે. તેમનો યુઝવેન્દ્ર ચહલ અત્યારે હાઇએસ્ટ વિકેટ લેનારો બોલર છે.

આ પણ વાંચો : આજે કલકત્તાના રસેલને રોકવામાં સફળ રહેશે રાજસ્થાન?

દિલ્હીની ટીમ યંગ ટૅલન્ટથી છલોછલ છે જેમાં પૃથ્વી શૉ, રિષભ પંત, શિખર ધવન, હનુમા વિહારી, રાહુલ તેવટિયા, આવેશ ખાન અને અક્ષર પટેલ છે. કૉલિન મનરો, ક્રિસ મૉરિસ, કૅગિસો રબાડા, કૉલિન ઇનગ્રામ, સંદીપ લામિચાને જેવા વિદેશી ખેલાડીઓ કોઈ પણ સમયે મૅચ પલટાવવાની કૅપેસેટી ધરાવે છે. શ્રેયસ અય્યરની કૅપ્ટન્સીવાળી દિલ્હી આ સીઝનમાં પાંચમાંથી ફક્ત બે મૅચ જીતી શકી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK