મેં ક્યારેય પણ મારી ક્ષમતા પર શંકા નથી કરી : વિરાટ કોહલી

Published: May 20, 2020, 07:48 IST | Agencies | New Delhi

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું કહેવું છે કે મેં ક્યારેય મારી પોતાની ગેમ પર ડાઉટ નથી કર્યો.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું કહેવું છે કે મેં ક્યારેય મારી પોતાની ગેમ પર ડાઉટ નથી કર્યો. આ વિશે કોહલીએ કહ્યું કે ‘સાચું કહું તો ગેમની કોઈ પણ પરિસ્થિતિમાં મેં મારી ક્ષમતા પર ડાઉટ નથી કર્યો. દરેક માણસની કેટલીક વિકનેસ હોય છે અને એને કેટલીક વસ્તુઓ પર ડાઉટ હોય એ સ્વાભાવિક છે. જો તમે કોઈ ટૂરમાં સારું પર્ફોર્મ નથી કરતા તો તમને તમારી સ્કિલ પર શંકા થવા માંડે છે અને તમે તમારી લયમાં રમી નથી શકતા. ગેમ રમતી વખતે તમે માત્ર એટલું જ વિચારો કે તમે જે રમી રહ્યા છો એ બરાબર છે તો હા એ બરાબર છે. મૅચમાં આવતી પરિસ્થિતિઓની સારી વાત એ છે કે તમારે વધારે વિચારવું નથી પડતું. તમે માત્ર પરિસ્થિતિઓના આધારે પોતાની જવાબદારી નિભાવી રમતા જાઓ છો. તમે જ્યારે કૉમ્પિટિશનના મૂળમાં નથી હોતા ત્યારે ઑફ ફીલ્ડ પરથી તમને નેગેટિવ ફીલિંગ મળે છે. સાચું કહું તો જ્યારે હું નાનો હતો ત્યારે ભારતની ક્રિકેટ ગેમ જોતો હતો અને જ્યારે તેઓ ગેમ હારી જતા ત્યારે સૂતી વખતે હું વિચારતો કે આજે હું જિતાડી શક્યો હોત. જો હું ૩૮૦ રનનો ટાર્ગેટ ચેઝ કરી શકું છું તો તમે પણ એ ચેઝ કરી શકો છો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK