Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિશ્વમાં બધે કાંઈ પરસેવો થતો નથી : ભુવનેશ્વર

વિશ્વમાં બધે કાંઈ પરસેવો થતો નથી : ભુવનેશ્વર

13 July, 2020 03:20 PM IST | Mumbai Desk
Agencies

વિશ્વમાં બધે કાંઈ પરસેવો થતો નથી : ભુવનેશ્વર

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર


બૉલ પર થૂંક લગાડવાના પ્રતિબંધ સામે પોતાનો મત આપતાં ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું કહેવું છે કે વિશ્વમાં બધે પરસેવો થાય એવું જરૂરી નથી. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા નિયમ અનુસાર બોલરો બૉલને ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ કરી નહીં શકે. આ નિયમ પર પોતાનો મત પ્રગટ કરતાં ભુવનેશ્વરે કહ્યું કે ‘વિશ્વમાં તમને બધે જ પરસેવો થાય એ જરૂરી નથી અને એને કારણે કદાચ બોલરો માટે આ એક સમસ્યા બની રહેશે. આશા કરું છું કે બધું જલદીથી થાળે પડે. આશા કરું છું કે આઇસીસી બૉલને ચમકાવવા માટે કોઈ આર્ટિફિશ્યલ પદ્ધતિ લાગુ કરે. ઇંગ્લૅન્ડ જેવી જગ્યાએ જ્યાં તમે બૉલ સ્વિંગ કરી શકો છો એવી જગ્યાએ તમને થૂંકની જરૂર પડે છે. સ્પિનરોને પણ એની જરૂર હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 03:20 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK