વર્લ્ડ કપ ટી20 માટે શું છે કોહલીનું સરપ્રાઇઝ?

Published: Jan 09, 2020, 14:13 IST | Indore

સરપ્રાઇઝ શું છે એ તો નથી ખબર, પણ એ સરપ્રાઇઝની​ હિન્ટ આપતાં કોહલીએ કહ્યું....

વિરાટ કોહલી
વિરાટ કોહલી

ટીમ ઇન્ડિયા ચાલુ વર્ષના અંતમાં ટી૨૦ વર્લ્ડ કપ રમવાની છે. આ વર્લ્ડ કપમાં પોતાના બેસ્ટ પ્લેયરને ઉતારવા માટે દરેક ટીમ પૂરતા પ્રયાસ કરી રહી છે. એવામાં આ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કોહલીએ એક સરપ્રાઇઝ આપવાની વાત કહી છે.

સરપ્રાઇઝ શું છે એ તો નથી ખબર, પણ એ સરપ્રાઇઝની હિન્ટ આપતાં કોહલીએ કહ્યું કે ‘તમારે એ પ્લેયરને ઓળખી કાઢવાનો છે જેની બોલિંગ સ્કીલ ઘણી સારી અને લગભગ એકસરખી છે. બસ, એમાંથી જે સિનિયર હોય તેને સિલેક્ટ કરી લો. મારા ખ્યાલથી એ પ્લેયર વર્લ્ડ કપ ટી૨૦માં ટીમ ઇન્ડિયા માટે એક સરપ્રાઇઝ પૅકેજ હશે. આ એવો પ્લેયર છે જેની બોલિંગમાં પેસ અને બાઉન્સ બન્ને છે.’

કોહલીની આ હિન્ટને સમજીએ તો તેનો ઇશારો ડોમેસ્ટિક ક્રિકેટ રમતા કર્ણાટક પ્લેયર પ્રસિદ્ધ ક્રિષ્ના તરફ જાય છે, જે આઇપીએલમાં આ વખતે કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમવાનો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે એક સફળ બો‍લર રહ્યો છે. આઇપીએલની ૧૮ મૅચમાં તે ૨૯ની સ્ટ્રાઇક-રેટથી ૧૪ વિકેટ લઈ ચૂક્યો છે. પ્રસિદ્ધે અત્યાર સુધી છ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને ૪૧ લિસ્ટ-એ મૅચ રમી છે જેમાં અનુક્રમે ૨૦ અને ૬૭ વિકેટ લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK