આ વર્ષે આઇપીએલ માટે ધોનીની તૈયારી સાવ અલગ હતી : રૈના

Published: Jun 03, 2020, 09:44 IST | Agencies | New Delhi

મહેન્દ્ર સિંહ ધોની સાથે આઇપીએલની ચેન્નઈ સુપર કિંગ્સમાં સાથે રમનારા સુરેશ રૈનાનું કહેવું છે કે આ વર્ષે ધોનીએ આઇપીએલ માટે સાવ અલગ તૈયારી કરી હતી.

સુરેશ રૈના
સુરેશ રૈના

મહેન્દ્ર સિંહ ધોની સાથે આઇપીએલની ચેન્નઈ સુપર કિંગ્સમાં સાથે રમનારા સુરેશ રૈનાનું કહેવું છે કે આ વર્ષે ધોનીએ આઇપીએલ માટે સાવ અલગ તૈયારી કરી હતી. જોકે કોરોનાને લીધે આઇપીએલ પર હજી પ્રશ્નચિહ્‍ન ઊભું છે. ધોની વિશે વાત કરતાં રૈનાએ કહ્યું કે ‘શરૂઆતના કેટલાક દિવસ તેણે હલકામાં લીધા, પણ સાથે-સાથે તે જિમમાં જતો હતો. પછી તેણે શૉટ રમવાના શરૂ કર્યા. તેનું ફિટનેસ-લેવલ પણ સારું હતું અને તેને કંટાળો પણ નહોતો આવતો. આ વખતે તેની આઇપીએલ માટેની તૈયારી સાવ અલગ હતી. હું તેની સાથે ભારતીય ટીમ માટે અને આઇપીએલ માટે પણ રમ્યો છું, પણ આ વખતે તેનું પ્રિપરેશન જરા અલગ હતું. હું એટલું જ ઇચ્છું છું કે જલદીથી આઇપીએલ રમાય અને આપણને સૌને ખબર પડે કે તે કેટલો ફિટ છે. પ્લેયર જ્યારે સારું રમતો હોય ત્યારે લોકોની શુભેચ્છા તેની સાથે હોય છે. સારી વાત એ છે કે હું, માહીભાઈ, રાયુડુ અને મુરલી એક જ ગ્રુપમાં કલાકો પ્રૅક્ટિસ કરતા, પણ જ્યારે માહી બૅટિંગ કરતાં કંટાળી જાય ત્યારે તે જિમમાં સમય વિતાવવા ચાલ્યો જતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK