IPL 2020: ખેલાડીઓએ આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો એટલે જ થઈ વાપસી : પૉન્ટિંગ

Published: 4th November, 2020 12:04 IST | PTI | Abu Dhabi

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક સારી શરૂઆત કર્યા બાદ દિલ્હીને સતત ચાર મૅચ હારવાનો વારો આવ્યો હતો. જોકે તેમણે બૅન્ગલોરને હરાવીને ફરી પાછું કમબૅક કર્યું હતું.

રિકી પૉન્ટિંગ
રિકી પૉન્ટિંગ

દિલ્હીની ટીમના હેડ કોચ રિકી પૉન્ટિંગે તાજેતરમાં ચાર મૅચ ગુમાવ્યાનો અનુભવ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે સતત ચાર મૅચ ગુમાવવાને લીધે ઘણી તકલીફ પડે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક સારી શરૂઆત કર્યા બાદ દિલ્હીને સતત ચાર મૅચ હારવાનો વારો આવ્યો હતો. જોકે તેમણે બૅન્ગલોરને હરાવીને ફરી પાછું કમબૅક કર્યું હતું.
આ વિશે પોતાના વિચારો પ્રગટ કરતાં રિકી પૉન્ટિંગે કહ્યું કે ‘સતત ચાર મૅચ ગુમાવવાથી ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. મારા ખ્યાલથી છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી પ્લેયરોનો વધી રહેલો આત્મવિશ્વાસ તેમની જીતનું અગત્યનું કારણ છે. ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં સતત કેટલી મૅચ ગુમાવવાથી પરિણામમાં ફેરફાર થઈ જાય છે છતાં સફળતાનું શ્રેય પ્લેયર્સને જવું જોઈએ. તેઓ સારું ક્રિકેટ રમ્યા હતા. તમે તેમનામાં એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ જોઈ શકો છો. બૅન્ગલોર સામેની મૅચ પર્ફેક્ટ નહોતી, પણ સારી હતી. અમે એક સારા માર્જિનથી મૅચ જીત્યા હતા. મને તેમના પર ગર્વ છે, કારણ કે આમ એ મૅચ કરો યા મરો જેવી હતી અને અમારી ટીમના પ્લેયરે સકારાત્મક રહીને પોતાની જવાબદારી નિભાવી હતી. અમે મુંબઈને આ ટુર્નામેન્ટમાં હરાવી છે અને ફરી એક વાર તેમની સાથે મુકાબલો કરવા અમારી ટીમ તૈયાર છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK