આફ્રિકા સામેની પહેલી ટી20 મેચમાં આ નવી જોડી કરી શકે છે ઓપનીંગ

Published: Sep 15, 2019, 16:40 IST | Dharmashala

સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં શરૂ થશે. તો ટી20નો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહલીમાં અને ત્રીજો ટી20 મુકાબલા 22 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુમાં રમાશે.

Dharmashala : ભારત અને દક્ષિણ અફ્રીકાની વચ્ચેના ટી -20 કાર્યક્રમો 15 સપ્ટેમ્બર સાંજે 7:00 વાગ્યે ધર્મશાળા ગ્રાઉન્ડમાં રમાશે. આ મુકાબલાનું સીધુ પ્રસારણ તમે સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ અને હોસ્ટાર પર જોઇ શકશો. ભારતીય ટીમે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20, વેન ડે અને ટેસ્ટ સીરીઝ જીતીને આવી છે. હવે સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં શરૂ થશે. તો ટી20નો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહલીમાં અને ત્રીજો ટી20 મુકાબલા 22 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુમાં રમાશે.

આ નવી જોડી કરી શકે છે ઓપનિંગ
દક્ષિણ આફ્રિકાના પહેલા ટી
20 મુકાબલામાં રિષભ પંત અને શિખર ધવન ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જો કે રોહિત શર્મા નંબર 4 પર ઉતરે તેવી સંભાવનાઓ છે. પરંતુ અન્ય ક્રિકેટ નિષ્ણાંતોના મતે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનીંગ કરશે તેવું દ્રઢ પણે માની રહ્યા છે.ટીમમાં
સ્પિનરોની ભરમાર, કોને મળશે તક?
યઝુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સફળ જોડીને આરામ આપીને ટીમમાં અનુભવી રવીન્દ્ર જાડેજા સાથે યુવા રાહુલ ચહર, કુણાલ પંડ્યા અને વૉશિંગ્ટન સુંદરને મોકો આપ્યો છે. આ ચારમાંથી આજે ટીમમાં કોને ચાન્સ મળે છે અને એનો તે કેટલો ફાયદો ઉઠાવે છે એ જોવું રસપ્રદ બની રહેશે. પેસ બોલિંગ વિભાગમાં પણ જ‌સપ્રીત બુમરાહને આરામ આપીને યુવા ખેલાડીઓને તક આપી છે. દીપક ચાહર, નવદીપ સૈની, ખલીલ અહમદ માટે હવે દરેક મૅચ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે.

આ પણ જુઓ : હાર્દિક પંડ્યાની જેવા દેખાવું છે 'કૂલ', તો જાણો તેના સ્ટાઈલ સીક્રેટ

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જડેજા, વશીંગટન સુંદર, ખલિલ અહમદ અને દિપક ચહર.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK