વિકેટકીપર રિષભ પંતનાં પરાક્રમ

Published: 8th January, 2021 15:26 IST | Mumbai correspondent | Mumbai

બીજી વખત બૉલ હાથમાંથી છૂટી ગયા બાદ ફરી પ્રયાસ કરીને પકડ્યો હતો અને અમ્પાયરે પણ આઉટ આપ્યો હતો, પણ રિપ્લેમાં બૉલ જમીનને અડી ગયો હોવાનું જણાતાં નિર્ણય બદલવો પડ્યો હતો.

વિકેટકીપર રિષભ પંતનાં પરાક્રમ
વિકેટકીપર રિષભ પંતનાં પરાક્રમ

બૅટિંગ પાવરના જોરે નંબર-વન વૃદ્ધિમાન સહાને બહાર કરીને ટીમમાં સ્થાન મેળવાર રિષભ પંતે ગઈ કાલે ટીમ અને ચાહકોને નારાજ કરી દીધા હતા. પ્રથમ ટેસ્ટ રમી રહેલા વિલ પુકોવ્સ્કીને તેણે ઉપરાઉપરી બે ઓવરમાં બે જીવતદાન આપ્યાં હતાં. બાવીસમી અશ્વિનની ઓવરના છેલ્લા બૉલમાં કૅચ છોડ્યા બાદ ૨૫મી સિરાજની ઓવરના છેલ્લા બૉલમાં ફરી પુકોવ્સ્કીનો કૅચ છોડ્યો હતો. બીજી વખત બૉલ હાથમાંથી છૂટી ગયા બાદ ફરી પ્રયાસ કરીને પકડ્યો હતો અને અમ્પાયરે પણ આઉટ આપ્યો હતો, પણ રિપ્લેમાં બૉલ જમીનને અડી ગયો હોવાનું જણાતાં નિર્ણય બદલવો પડ્યો હતો. પહેલી વખતે પુકોવ્સ્કી ૨૬ રન પર હતો, જ્યારે બીજી વાર ૩૨ રન પર હતો. તે આખરે ૬૨ રન બનાવીને આઉટ થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK