Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડની ટીમ સૌથી શક્તિશાળી કોઈને પણ હરાવી શકીએ : સ્ટોક્સ

ઇંગ્લૅન્ડની ટીમ સૌથી શક્તિશાળી કોઈને પણ હરાવી શકીએ : સ્ટોક્સ

04 December, 2020 05:35 PM IST | Mumbai
Mumbai correspondent

ઇંગ્લૅન્ડની ટીમ સૌથી શક્તિશાળી કોઈને પણ હરાવી શકીએ : સ્ટોક્સ

ઇંગ્લૅન્ડની ટીમ સૌથી શક્તિશાળી કોઈને પણ હરાવી શકીએ : સ્ટોક્સ

ઇંગ્લૅન્ડની ટીમ સૌથી શક્તિશાળી કોઈને પણ હરાવી શકીએ : સ્ટોક્સ


સાઉથ આફ્રિકાને ટી૨૦ સિરીઝમાં ક્લિન સ્વીપ આપ્યા બાદ ઇંગ્લૅન્ડ ટીમના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનું કહેવું છે કે સાથે મળીને ટીમ ઘણી આગળ વધી શકે છે.
પોતાના વિચાર પ્રગટ કરતાં બેન સ્ટોક્સે કહ્યું કે ‘ઘણી વાર એ વિચારીને ડર લાગે છે કે સાથે મળીને જો આ ટીમ રમે તો એ ભવિષ્યમાં ક્યાં પહોંચશે. અમને અમારી ક્ષમતા પર પૂરેપૂરો ભરોસો છે અને અમે અમારા પર ધ્યાન આપીએ છીએ. સામેની ટીમના પણ અમે સારા-નરસા પાસાને ધ્યાનમાં રાખીએ છીએ, પણ અમારું મૂળ ધ્યાન અમારા પર જ હોય છે, જેથી કરીને અમે પોતાના પર જ પ્રેશર લેતા હોઈએ છીએ. અમે જાણીએ છીએ કે અમે અમારી શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યા છીએ અને અમે કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. મને આમ કહેવામાં જરાય ઘમંડ નથી, પણ એ વાસ્તવિકતા છે. અમે જાણીએ છીએ કે આ ટીમ કેટલી મજબૂત છે અને મને ગર્વ છે કે હું એનો એક હિસ્સો છું. જે પ્રમાણે અમે સિરીઝ પોતાના નામે કરતા જઈએ છીએ, એ બતાવે છે કે અમે શું છીએ. જે પ્રમાણે પ્લેયર્સ શૉર્ટ રમે છે એ ખરેખર સારી વાત છે. એ ખરેખર ઘણું રસપ્રદ કહી શકાય કે સાથે મળીને આ ટીમ ઘણી આગળ વધી શકે છે.’
ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2020 05:35 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK