વર્લ્ડ કપ 2019માં ખરાબ પ્રદર્શનને પગલે બાંગ્લાદેશ બોર્ડે કોચની કરી હકાલપટ્ટી

Published: Jul 09, 2019, 19:49 IST | Bangladesh

ટીમના ખરાબ પ્રદર્શનને જોતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમના કોચ સ્ટીવ રોડ્સની હકાલ પટ્ટી કરી દેવામાં આવી છે. ટીમે હેડ કોચ સ્ટીવ રોડ્સનો કાર્યકાળ પુરો થયા પહેલા તેને રજા આપી દીધી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પુર્વ કોચ સ્ટીવ રોડ્સની હકાલપટ્ટી
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પુર્વ કોચ સ્ટીવ રોડ્સની હકાલપટ્ટી

Bangladesh : વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું અને તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગઇ છે. આમ ટીમના ખરાબ પ્રદર્શનને જોતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમના કોચ સ્ટીવ રોડ્સની હકાલ પટ્ટી કરી દેવામાં આવી છે. ટીમે હેડ કોચ સ્ટીવ રોડ્સનો કાર્યકાળ પુરો થયા પહેલા તેને રજા આપી દીધી છે. મહત્વનું છે કે આઈસીસી વિશ્વકપમાં બાંગ્લાદેશની ટીમ લીગ સ્ટેજમાંથી બહાર નિકળી ગઈ હતી. ત્યારબાદ ક્રિકેટ બોર્ડે કોચને હટાવવાનો નિર્ણય લીધો છે.

બાંગ્લાદેશ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેકાઇ ગઇ હતી
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશની ટીમ સારૂ પ્રદર્શન ન કરી શકી અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમ
9 મેચોમાં માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી હતી. પાંચ મેચમાં તેણે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશની ટીમ 7 પોઈન્ટ મેળવીને આઠમાં સ્થાને રહી છે. ટીમના નિરાશાજનક પ્રદર્શનથી ગુસ્સે ભરાયેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમના હેડ કોચ રોડ્સને રજા આપી દીધી છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

કોચ સ્ટીવ રોડ્સનો કાર્યકાળ 2020 સુધીનો હતો
બાંગ્લાદેશ રાષ્ટ્રીય ટીમના હેડ કોચ સ્ટીવ રોડ્સનો બોર્ડની સાથે
2018થી 2020 સુધીનો કરાર હતો. તેણે આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપ સુધી બાંગ્લાદેશ ટીમને કોચિંગ આપવાનું હતું. પરંતુ વિશ્વ કપમાં ટીમના પ્રદર્શન બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને કોચ સ્ટીવ રોડ્સે આપસી સહમતી બાદ કરારને પૂરો કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સીઈઓ નિઝામઉદ્દીન ચૌધરીએ કહ્યું કે
, અમે અને હેડ કોચે આપસી સહમતીની સાથે કરાર પૂરો કરવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણયને તત્કાલ લાગૂ કરવામાં આવશે. મહત્વનું છે કે બાંગ્લાદેશની ટીમ આ મહિનાના અંત સુધી ત્રણ મેચોની સિરીઝ શ્રીલંકા વિરુદ્ધ રમશે. આ સિરીઝમાં ક્રિકેટ બોર્ડ કોને કોચ બનાવશે તે અત્યાર સુધી સામે આવ્યું નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK