Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મિથને બૉલ વાગતાં ધબકારા બંધ થઈ ગયા હતા આર્ચરના

સ્મિથને બૉલ વાગતાં ધબકારા બંધ થઈ ગયા હતા આર્ચરના

20 August, 2019 12:32 PM IST | લંડન

સ્મિથને બૉલ વાગતાં ધબકારા બંધ થઈ ગયા હતા આર્ચરના

જોફ્રા આર્ચર

જોફ્રા આર્ચર


ઍશિઝ સિરીઝની બીજી મૅચના ચોથા દિવસે ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવ સ્મિથને બૉલ વાગતાં ઇંગ્લૅન્ડના જોફ્રા આર્ચરના ધબકારા જાણે બંધ થઈ ગયા હતા. ઇંગ્લૅન્ડ વતી ડેબ્યુ કરી રહેલા જોફ્રા આર્ચરના બાઉન્સરને કારણે તેને ઈજા થઈ હતી. જોકે તે સ્મિથ પાસે ન જતાં હસી રહ્યો હોવાના ફોટો વાઇરલ થતાં સોશ્યલ મીડિયા તેના પર ગુસ્સે થયું હતું.

smith



આ અંગે પોતાના મનની વાત જણાવતાં આર્ચરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘તેને બૉલ વાગે એવો કોઈ પ્લાન નહોતો. તમે માત્ર વિકેટ લેવાનો પ્રયત્ન કરો છો. તે જ્યારે નીચે પડ્યો ત્યારે બધા ઊભા રહી ગયા હતા અને બધાના ધબકારા એક સમય માટે જાણે અટકી ગયા હતા. જોકે જેવો તે ઊભો થયો અને ચાલતો થયો ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો.


કોઈ પણ એવું નથી ઇચ્છતું કે પ્લેયર સ્ટ્રૅચર પર મેદાનમાંથી બહાર જાય. મારા માટે મૅચ સારી હતી પણ એનો અંત આ રીતે થશે એવું નહોતું ધાર્યું.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 12:32 PM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK