Ind vs WI: હૈદરાબાદ ટી20 પહેલા વિરાટ સામે આવી નવી સમસ્યા, લેવો પડશે નિર્ણય

Published: Dec 06, 2019, 17:22 IST | Mumbai Desk

પહેલી મેચમાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીની સામે મોટી મુશ્કેલી દેખાઇ રહી છે. ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ પ્લેઇંગ ઇલેવન બનવું કોહલી માટે સરળ નહીં હોય.

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ આજે સાંજે હૈદરાબાદમાં ટી20 સીરીઝની શરૂઆત કરશે. પહેલી મેચમાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીની સામે મોટી મુશ્કેલી દેખાઇ રહી છે. ટીમ ઇન્ડિયા માટે પરફેક્ટ પ્લેઇંગ ઇલેવન બનવું કોહલી માટે સરળ નહીં હોય.

ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલી એ છે કે ટીમના કેટલાક મોટા ખેલાડી ફૉર્મમાં છે અને ટી20 ટીમમાં કમબૅક કરી રહ્યા છે. આ સીરીઝ માટે ટી20 ટીમમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી, ભુવનેશ્વર અને સ્પિનર કુલદીપ યાદવે ટી20 ટીમમાં કમબૅક કર્યું છે. વિરાટને સમસ્યા આ બે બૉલર્સને કારણે છે જેમણે પ્લેઇંગ ઇલેવન માટે દાવેદારી કરી છે.

ભુવનેશ્વર, શમી અને કુલદીપની કમબૅક
ફાસ્ટ બૉલિંગમાં મોહમ્મદ શમીએ લગભગ બે વર્ષ પછી ટી20 ટીમમાં કમબૅક કર્યું છે. બીજી તરફ ઇજાગ્રસ્ત ભુવનેશ્વર કુમાર પણ ફિટ થવા માટે ટીમમાં કમબૅક કરી રહ્યો છે. કુલદીપે પણ ટીમમાં કમબૅક કરી છે. વિશ્વકપ પછી કુલદીપ અને યુજવેન્દ્ર ચહલની સ્પિનર જોડી એક સાથે નથી રમ્યા.

પ્લેઇંગ ઇલેવનને લઈને કોહલીની મુશ્કેલીઓ વધી
વેસ્ટઈંડીઝ વિરુદ્ધ પસંદ કરવામાં આવેલી ટી20 ટીમમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર સાથે યુવાન દીપક ચાહર પણ છે. ચાહરે છેલ્લી કેટલીક સીરીઝમાં સતત સારી બૉલિંગ કરી છે. ચાહરનું રમવાનું નક્કી છે એવામાં કોહલીને ભુવી અને શમી વચ્ચે કોઇક એકની પસંદગી કરવી પડશે. એક ફાસ્ટ બૉલર વિકલ્પ તરીકે શિવમ દુબે ટીમમાં છે.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

સ્પિનર બૉલિંગ જોડી કઇ હશે આ બાબતે કોહલીને ખૂબ જ મગજ ખપાવવું પડશે. સ્પિનર વિકલ્પની વાત કરો તો મેચ વિનર જોડી કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ છે. તો અનુભવી સ્પિનર ઑલરાઉંડર રવિન્દ્ર જાડેજા સાથે છેલ્લી કેટલીક સીરીઝમાં મહત્વની વિકેટ લેનાર યુવાન વૉશિંગટન સુંદર પણ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK