Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Tennis : ફેડ કપમાં ગત ચેમ્પિયન ચેક રિપબ્લિક બહાર

Tennis : ફેડ કપમાં ગત ચેમ્પિયન ચેક રિપબ્લિક બહાર

24 July, 2019 03:20 PM IST |

Tennis : ફેડ કપમાં ગત ચેમ્પિયન ચેક રિપબ્લિક બહાર

વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું રોમાનિયા

વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું રોમાનિયા


ટેનિસ ઈતિહાસમાં પહેલી વાર મહિલા ટેનિસ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં રોમાનિયા પહોંચ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેક રિપબ્લિકને 3-2થી હરાવીને રોમાનિયા ફેડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે. 11 વખત ટાઈટલ જીતી ચુકેલી ચેક રિપબ્લિકની ટીમને 2009 પછી પહેલી વાર ફેડ કપમાં ક્વાટર ફાઈનલમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા પોતાના ઘરમાં રમતા 2009 પછી ચેક રિપબ્લિક હાર્યું નથી.

જાણો કેવો રહ્યો ઘટનાક્રમ



ફાન્સે બેલ્જિયમને 3-1થી અને ઓસ્ટ્રેલિયાએ અમેરિકાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ક્વોર્ટર ફાઇનલના પહેલાં દિવસે ચેક રિપબ્લિક અને રોમાનિયાએ પોત-પોતાની સિંગલ્સની મેચ જીતી.


ચેકના કેપ્ટન કેરોલિના પ્લિસકોવાએ રોમાનિયાની બી મિહાએલાને 6-1, 6-2થી હરાવી. જ્યારે રોમાનિયાની કેપ્ટન સિમોના હાલેપે કેટરીના સિનિયાકોવાને 6-4, 6-0થી હરાવી હતી.

પ્લિસકોવા અને હાલેપ બન્ને વર્લ્ડ રેન્કિંગમાં નંબર -1 પર રહેલી છે. બીજા દિવસે બન્ને રિવર્સ સિંગલ્સ અને એક ડબલ્સ રમાઇ. જેમાં હાલેપે પ્લિસકોવાને 6-4, 5-7, 6-4થી હરાવીને રોમાનિયાને 2-1થી આગળ કર્યું.


પછીની મેચમાં સિનિયાકોવાએ મિહાએલાને 6-4, 6-2થી હરાવીને ચેકની ટીમને 2-2 પર બરાબરી કરાવી. છેલ્લી અને ફાઇનલ મેચમાં ઇરિના કામેલિયા બેગૂ-મોનિકા નિકોલસ્કૂની જોડીએ કે.બારબરા-સિનિયોકોવાને 6-7, 6-4, 6-4થી હરાવીને રોમાનિયાને 3-2થી ક્વાર્ટર ફાઇનલ મેચ જીતાડી.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:20 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK