ટેનિસ છોડી સુમો સાથે ફાઇટ કરવા પહોંચ્યો નોવાક જોકોવિચ

Updated: Sep 30, 2019, 22:43 IST | Japan

ટેનિસ જગતના દિગ્ગજ ગણાતા નોવાક જોકોવિચ હંમેશા કઇક અલગ કરવા માટે જાણીતો છે. તેણે હવે ટેનિસનું મેદાન છોડીને સુમો સાથે ફાઇટ કરવા પહોંચી ગયો હતો. નોવાક જોકોવિચ સોમવારે સવારે ટોક્યોમાં પહેલવાન સૂમો સામે રિંગમાં ઉતર્યો હતો.

નોવાક જોકોવિચ
નોવાક જોકોવિચ

Japan : ટેનિસ જગતના દિગ્ગજ ગણાતા નોવાક જોકોવિચ હંમેશા કઇક અલગ કરવા માટે જાણીતો છે. તેણે હવે ટેનિસનું મેદાન છોડીને સુમો સાથે ફાઇટ કરવા પહોંચી ગયો હતો. નોવાક જોકોવિચ સોમવારે સવારે ટોક્યોમાં પહેલવાન સૂમો સામે રિંગમાં ઉતર્યો હતો. તેણે સૂમો પાસેથી ટ્રિક્સ શીખી હતી. તે પછી તેણે તેની સામે એક અસફળ ફાઇટ પણ કરી હતી.


ATP Tour એ શેર કર્યો વીડિયો
એટીપી ટૂરે આનાથી જોડાયેલા ત્રણ વીડિયો શેર કર્યા હતા. એકમાં તે સૂમોને ધક્કો મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળ થતો નથી. નોવાક જાપાન ઓપનમાં ભાગ લેવા માટે ટોક્યો પહોંચ્યો છે. તેણે કહ્યું કે, મને રિંગમાં અનુભવ થયો હતો કે તેમનુંય સામે હું કઈ નથી. હું બહુ નબળો છું. થોડો વજન વધાર્યા પછી કદાચ હું તેમને ટક્કર આપી શકું.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

હું નાનો હતો ત્યારથી પિતા સાથે સુમો યોકોજુની ફાઇટ જોતો હતો : જોકોવિચ
નોવાકજોકોવિચે કહ્યું કે, હું નેનો હતો ત્યારે પિતા સાથે સૂમો યોકોજુના અકેબોનોની ફાઇટ જોતો હતો. તે 1993માં વિદેશમાં જન્મેલા પ્રથમ ગ્રાન્ડ ચેમ્પિયન સૂમો બન્યા હતા. જોકોવિચે કહ્યું કે આ અંગે તેણે તેના પિતા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તેને પહેલવાનને મળવાની તક મળી હતી. એક સૂમો પહેલવાનનો વજન સામાન્યપણે 250 કિલોગ્રામ હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK