Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારુતિ ૮૦૦ પાછી જોઈએ છે સચિનને

મારુતિ ૮૦૦ પાછી જોઈએ છે સચિનને

20 August, 2020 11:44 AM IST | Mumbai
Agencies

મારુતિ ૮૦૦ પાછી જોઈએ છે સચિનને

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર


માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને તેની મારુતિ ૮૦૦ પાછી જોઈએ છે. તે એક એવો દિગ્ગજ ક્રિકેટર છે જેના ગૅરેજમાં બી.એમ.ડબલ્યુ.થી માંડીને ફરારી, નિસાન જીટી-આર જેવી લક્ઝરી કાર્સ પાર્ક થયેલી છે. આટલી લક્ઝરી ગાડીઓ હોવા છતાં આજે પણ સચિને પ્રોફેશનલ ક્રિકેટર બન્યા બાદ પોતાના પૈસાથી ખરીદેલી પહેલી ગાડી મારુતિ ૮૦૦ ઘણી યાદ આવે છે, જેનાથી તે ઇમોશનલી ઘણો જોડાયેલો છે. એક ચેટ-શોમાં વાત કરતાં કહ્યું કે ‘મારી પહેલી કાર મારુતિ ૮૦૦ હતી. બદનસીબે એ ગાડી હવે મારી પાસે નથી. હું મારી ગાડીને પાછી મેળવવા માગું છું, માટે જે લોકો મને સાંભળી રહ્યા છે હું તેમને અરજી કરું છું કે તેઓ મારી ગાડી મેળવવા માટે મને નિઃસંકોચપણે સંપર્ક કરે. મને યાદ છે કે મારા ઘરની બાજુમાં એક મોટો ઓપન ડ્રાઇવ એરિયા હતો, જ્યાં લોકો પોતાની ગાડી પાર્ક કરીને ફિલ્મ જોવા જતા હતા. હું અને મારો ભાઈ એ ગાડીઓને જોવા માટે કલાકો સુધી બાલ્કનીમાં
ઊભા રહેતા.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2020 11:44 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK