ધોની, ભજી, વિરાટ અને યુવરાજે કોલંબોના મૉલમાં ધૂમ ખરીદી કરી

Published: 26th September, 2012 05:12 IST

જોકે ગંભીર પત્ની નતાશા સાથે જ રહ્યો અને છેલ્લે રેસ્ટોરાંમાં સાથીઓને મળ્યોકોલંબો: રવિવારે T20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને નંબર વન રૅન્ક ધરાવતા ઇંગ્લૅન્ડને કાચેકાચું ખાઈ ગયા પછી કેટલાક ભારતીય ક્રિકેટરો બીજા દિવસે સવારથી જ કોલંબોની માર્કેટમાં ફરવા જવાના મૂડમાં હતા અને બપોરે બે વાગ્યે તેમણે ઇચ્છા પૂરી કરી હતી.

કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, રવિવારે ૧૨ રનમાં ૪ વિકેટ લઈને T20 ઇન્ટરનૅશનલનો પ્રથમ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર હરભજન સિંહ, ભારતીય ટીમનો સૌથી ઇન-ફૉર્મ બૅટ્સમૅન વિરાટ કોહલી અને ઇન્ટરનૅશનલ ક્રિકેટનો સૌથી વધુ ચર્ચામાં રહેલો કમબૅકમૅન યુવરાજ સિંહ હોટેલમાંથી સાથે નીકળીને ઓડેલ નામના કોલંબોના સૌથી ફેમસ શૉપિંગ મૉલમાં પહોંચી ગયા હતા. વાઇસ કૅપ્ટન ગૌતમ ગંભીર પત્ની નતાશા સાથે એ જ મૉલમાં ગયો હતો, પરંતુ તેઓ બીજા જ સ્ટૉર્સમાં ફર્યા હતાં.

ધૂમ ખરીદી કર્યા પછી પ્લેયરો નિહોનબાશી નામની જૅપનીઝ ફૂડની રેસ્ટોરાંમાં ગયા હતા અને ત્યાં ચટાકેદાર વાનગીઓ માણીને હોટેલમાં પાછા આવી ગયા હતા.

કોણે શું ખરીદ્યું?

મહેન્દ્ર સિંહ ધોની : ઍડવેન્ચર સ્પોર્ટ્સને લગતી ચીજો, જૅકેટ અને વૉચ

હરભજન સિંહ : ટી-શર્ટ અને પુલઓવર

વિરાટ કોહલી : શર્ટ, શૉર્ટ, શૂઝ અને પરફ્યુમ

યુવરાજ સિંહ : ટી-શર્ટ અને ટ્રાઉઝર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK