વરસાદને લીધે ટીમ ઇન્ડિયા ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં પ્રૅક્ટિસ કરી શકી નહોતી. વરસાદ આવતાં ટીમ ઇન્ડિયાએ જિમમાં સમય વિતાવ્યો હતો. આ વાતની જાણકારી આપતાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ કહ્યું કે વરસાદને લીધે ટીમ ઇન્ડિયાની એમસીજી ખાતેની પ્રૅક્ટિસ રદ કરવામાં આવી છે.
જોકે ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ સવારે એમસીજીમાં પ્રૅક્ટિસ કરી હોવાની પુષ્ટિ કરી હતી. ત્રીજી ટેસ્ટ મૅચ માટે બન્ને ટીમ સિડની જતાં પહેલાં શનિવારે અને રવિવારે એમસીજી ખાતે પ્રૅક્ટિક કરવાની હતી. હોટેલમાં ભોજન કર્યું હોવાને લીધે ટીમ ઇન્ડિયાના પાંચ પ્લેયર રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શૉ, નવદીપ સૈની અને રિષભ પંતને આઇસોલેટ કરવામાં આવ્યા છે છતાં તેઓ વ્યક્તિગત રીતે પ્રૅક્ટિસ કરી શકશે.
વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર હેડન વૉલ્શ જુનિયરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ
16th January, 2021 14:39 ISTયૌનશોષણના મામલે પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ મુશ્કેલીમાં
16th January, 2021 14:39 ISTઅર્જુન તેન્ડુલકરે કર્યું મુંબઈની ટીમમાં ડેબ્યુ, IPLમાં રમવાનો રસ્તો હવે ક્લિયર
16th January, 2021 14:39 ISTકૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ બદલ ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાને મળી નોટિસ
16th January, 2021 14:39 IST