દુર્વ્યવહાર કરીને ફસાયો ટીમનો આ સભ્ય, વિન્ડીઝ ટૂર છોડી ભારત પાછા ફરવા આદેશ

Published: Aug 14, 2019, 17:28 IST | મુંબઈ

ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમને BCCIએ કથિત દુર્વ્યવહાર મામલે વેસ્ટ ઈન્ડિઝની ટૂર છોડીને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિાયન સુબ્રમણ્યમ પર આવો જ આરોપ લાગ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમને BCCIએ કથિત દુર્વ્યવહાર મામલે વેસ્ટ ઈન્ડિઝની ટૂર છોડીને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પણ ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિાયન સુબ્રમણ્યમ પર આવો જ આરોપ લાગ્યો હતો.

બોર્ડના વરિષ્ઠ અધિકારીએ આ મામલે કહ્યું,'ટીમ ઈન્ડિયાની પાણી બચાવો યોજના માટે એક શૂટિંગ હતું. જેમાં ખેલાડીઓએ તેનું ધ્યાન રાખવાનું હતું. આ શૂટિંગ પુરુ થયા બાદ તેમને ઈમેલ દ્વારા વિન્ડીઝની ટૂર છોડીને તાત્કાલિક ભારત પાછા ફરવા આદેશ અપાયો છે.'

ઉલ્લેખનીય છે કે તામિલનાડુના પૂર્વ સ્પિનર સુની સુબ્રમણ્યમને ગયાના અને ટ્રિનિદાદ તેમજ ટોબેગોમાં ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓ સાથે કથિત દુર્વય્વહાર કર્યો હોવાનો આરોપ બાદ બિનશરતી માફી માગવાની રજૂઆત કરી હતી. હવે આ ઘટના બાદ સુબ્રમણ્યમની ટીમ મેનેજર પદેથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. પોતાના દુર્વ્યવહાર માટે સુબ્રમણ્યમે સ્ટ્રેસને જવાબદાર ઠેરવ્યો હતો.

સુબ્રમણ્યમના માફીનામામાં તેમણે ઉંઘ પૂરી ન થઈ હોવાની વાત કરી હતી. તેમનું કહેવું હતું કે ઉંઘ પૂરી ન થવાથી તેઓ સ્ટ્રેસમાં હતા અને એટલે તેમણે આવો વ્યવહાર કર્યો.

આ પણ વાંચોઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

સુબ્રમણ્યમનો મામલો સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે, એટલે હવે BCCI આ મામલે વધુ કશું કરી નહીં શકે

સુબ્રમણ્યમ પર આરોપ છે કે તેમણે કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓએ ફોન કરવા છતાં જવાબ ન આપ્યો અને તેની અવગણના કરી. એટલું જ નહીં તેમણે BCCIના અધિકારીઓના ફોન પણ નહોતા ઉઠાવ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK