World Cup 2019 : રવિન્દ્ર જાડેજાને લઇને પત્ની રિવાબાએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી

Jamnagar | Jul 09, 2019, 18:49 IST

રવિન્દ્ર જાડેજાને લઇને તેની પત્ની રિવાબાએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની શરૂઆતથી જ રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન ન આપતા અનેક વિવાદો સામે આવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા

Jamnagar : વર્લ્ડ કપ 2019માં ગુજરાતી સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને અંતિમ બંને મેચમાં લેવામાં આવ્યો હતો. તેણે આ બંને મેચમાં નોંધનીય પ્રદર્શન કર્યું છે. ત્યારે રવિન્દ્ર જાડેજાને લઇને તેની પત્ની રિવાબાએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની શરૂઆતથી જ રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન ન આપતા અનેક વિવાદો સામે આવ્યા હતા. ત્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ 11માં સમાવેશ કરતા તેના ચાહકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે અને રવિન્દ્ર જાડેજા ટ્રોફી જામનગર લઇ આવે
રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ મંગળવારે ANI ને જણાવ્યું હતું કે, મારી ઈચ્છા છે કે રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપની ટ્રોફી ઊંચકે અને તેને જામનગર લઈને આવે. અમારા માટે આ આનંદ અને ગર્વની ક્ષણ હશે. રિવાબાએ જણાવ્યું કે, "જામનગરના લોકો આશા રાખી રહ્યા છે કે, રવિન્દ્ર વર્લ્ડ કપની ટ્રોફી લઈને વતન પાછા આવે. રણજીત સિંહ અને દીલીપ સિંહ પણ જામનગરના હતા. લોકોની અપેક્ષા છે કે તે વર્લ્ડ કપની ટ્રોફી સાથે જામનગર આવે."

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

રવિન્દ્ર જાડેજા ગેમ પ્રત્યે સમર્પિત રહે છે
: રિવાબા
ક્રિકેટ પ્રત્યે જાડેજાના પ્રેમ અને પ્રતિબદ્ધતા અંગે રિવાબાએ જણાવ્યું કે
, તે ગેમ પ્રત્યે સમર્પિત રહે છે, પછી ભલે તેને પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મળે કે ન મળે. રિવાબાએ વધુમાં જણાવ્યું કે, "રવિન્દ્ર ખુબ જ મહેનતુ અને ક્રિકેટ પ્રત્યે સમર્પિત છે. તેમનું સમર્પણ હંમેશાં સર્વોચ્ચ સ્તરનું હોય છે. હું તેમની પ્રતિબદ્ધતાને સલામ કરું છું. જ્યારે પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે ત્યારે તે પોતાનું 100 ટકા આપે છે."

રિવાબાએ જણાવ્યું કે, "રવિન્દ્ર પોતાનો અનુભવ ટીમને આપવાનો પ્રયાસ કરે છે. તેઓ આ માનસિક્તા સાથે જ મેદાનમાં ઉતરે છે." ઉલ્લેખનીય છે કે, જાડેજાને આ વર્લ્ડ કપમાં વધુ તક મળી નથી. છેલ્લે શ્રીલંકા સામેની લીગ મેચમાં અને હવે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં જાડેજાને રમવાની તક મળી છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

સેમીફાઈનલમાં કરકસરયુક્ત બોલિંગ
ઓલ્ડ ટ્રાફેર્ડ મેદાન પર ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં ભારતની મજબૂત પકડ છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરી છે. તેણે 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા છે અને ન્યૂઝીલેન્ડના ઓપનર હેનરી નિકોલસને આઉટ કરીને કીવી ટીમને બીજો ઝટકો આપ્યો હતો. નિકોલસે 28 રન બનાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK