World Cup 2019 : ICC અને ટીમ ઇન્ડિયા વચ્ચે સુરક્ષાને લઇને ફરી વિવાદ

London | Jul 04, 2019, 21:03 IST

વર્લ્ડ કપ 2019 ફરી વિવાદ સામે આવ્યો છે. આ વખતે કોઇ દર્શકોનો નહી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ અને ICC વચ્ચે ખેલાડીઓની સુરક્ષાને લઇને ફરી વિવાદ સામે આવ્યો છે.

World Cup 2019 : ICC અને ટીમ ઇન્ડિયા વચ્ચે સુરક્ષાને લઇને ફરી વિવાદ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 ફરી વિવાદ સામે આવ્યો છે. આ વખતે કોઇ દર્શકોનો નહી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ અને ICC વચ્ચે ખેલાડીઓની સુરક્ષાને લઇને ફરી વિવાદ સામે આવ્યો છે. આ અંગેની ફરીયાદ ભારતે આઈસીસીને કરી હતી. પણ મળી રહેલ માહિતી પ્રમાણે, તેની અપીલની આઈસીસી પર કોઈ અસર થઈ નથી. આ મામલામાં સંબંધ રાખનાર એક સૂત્રએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા ભારતીય ટીમે હોટલમાં ખેલાડીઓની નિજતામાં દખલ પડવાની ફરિયાદ આઈસીસીને કરી હતી.

સુરક્ષાને લઇને ભારતીય ટીમ મેનેજમેન્ટે ફરી અપીલ કરવામાં આવી
ICC ને સુરક્ષા વધારવાની વધુ એક અપીલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના પર કોઈ જવાબ આવ્યો નથી. સૂત્રએ કહ્યું, 'થોડા દિવસ પહેલા ટીમ હોટલમાં જે થયું ત્યારબાદ સુરક્ષાને વધારવા માટે આયોજકો સાથે તેના પર ચર્ચા કરવામાં આવી. અમે તેને સૂચના આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી.'

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

આ મામલામાં જ્યારે આઈસીસી સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે ખેલાડીઓની સુરક્ષા સૌથી ઉપર છે અને ભારતીય ટીમની હોટલમાં કેટલાક પ્રશંસકોએ દખલ આપ્યા બાદ તેને રોકવા માટે જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. એક અધિકારીએ કહ્યું
, સુરક્ષા રણનીતિ વિશે તમને માહિતી ન આપી શકું, પરંતુ તેના માટે નિમણૂક કરવામાં આવેલી ટીમે ટીમની હોટલમાં તપાસ અને ફેરફાર કર્યાં છે. ભારતીય ટીમના એક સૂત્રએ કહ્યું કે, સુરક્ષા માટે અપીલ કરવી સારૂ નથી. સૂત્રએ જણાવ્યું, 'આઈસીસીના નિયમો અનુસાર, સુરક્ષા એવી હોવી જોઈએ જે દેખાઈ નહીં પરંતુ ટૂર્નામેન્ટનો માહોલ એવો થઈ ગયો છે કે સુરક્ષાનું અસ્તિત્વ નજર આવવું જરૂરી છે કારણ કે ભારતીય ટીમની હોટલની આસ-પાસ ઘણા ફેન્સ દેખાવા લાગ્યા છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK