વર્લ્ડ કપમાં કારમી હાર બાદ ટીમ ઇન્ડિયામાંથી પહેલું રાજીનામું પડ્યું

Mumbai | Jul 11, 2019, 13:35 IST

વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે ભારતની સેમી ફાઈનલમાં કારમી હાર થતાં ફેંકાઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે બહું ઓછા લોકોને ખ્યાલ પડ્યો હશે કે ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયાના થોડા સમય બાદ ટીમ ઇન્ડિયાના એક સાથી સભ્યએ રાજીનામું આપ્યું.

Mumbai : ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલ વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે ભારતની સેમી ફાઈનલમાં કારમી હાર થતાં ફેંકાઈ ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે બહું ઓછા લોકોને ખ્યાલ પડ્યો હશે કે ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયાના થોડા સમય બાદ ટીમ ઇન્ડિયાના એક સાથી સભ્યએ રાજીનામું આપી દીધું હતું. આમ વર્લ્ડ કપમાં હાર બાદ આ ટીમ ઇન્ડિયામાંથી પહેલું રાજીનામું પડ્યું છે.

આ પણ જુઓ : IND Vs NZ: મેચમાં ભારતની સ્થિતિ નબળી, પણ ફેન્સે આ રીતે લીધી મજા !

ટીમ ઇન્ડિયાના ફિઝીયો પૈટ્રિકએ આપ્યું રાજીનામું
વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે મળેલી કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાના ફીઝિયો પૈટ્રિક ફરહાર્ટે ટીમ મેનેજમેન્ટમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનું રાજીનામું આપવાનું પહેલાથી જ નક્કી હતું. પૈટ્રિક ફરહાર્ટે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘ભારતીય ટીમ સાથે મારા અંતિમ દિવસે અમે તેવું પ્રદર્શન ન કરી શક્યા જેવું હું ઈચ્છતો હતો. હું બીસીસીઆઈનો આભાર વ્યક્ત કરું છું, જેમણે મને ટીમ સાથે ચાર વર્ષ સુધી કામ કરવાની તક આપી.ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને હું આગળના સફર માટે પોતાની શુભકામનાઓ પાઠવું છું.’ આમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયા બાદ ભારતીય ટીમમાંથી આ પહેલું રાજીનામું છે. હવે જોવામું એ રહ્યું કે આવનારા સમયમાં કોના રાજીનામાં પડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK