જો મહેન્દ્ર સિંહ ધોનીને અમુક મૅચો માટે આરામ આપવામાં આવશે તો કૅપ્ટન્સી વીરેન્દર સેહવાગ અથવા ગૌતમ ગંભીરને સોંપવામાં આવશે અને વિકેટકીપર તરીકે પાર્થિવ પટેલને પસંદ કરવામાં આવશે.
પ્રથમ વન-ડે કટકમાં અને બીજી વિશાખાપટ્ટનમમાં રમાશે. સચિન તેન્ડુલકર વર્લ્ડ કપ પછી એકેય વન-ડે નથી રમ્યો એટલે તેના નામ પર પણ સિલેક્ટરોમાં થોડી ચર્ચા જરૂર થશે. બીજા બૅટ્સમેનોમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા અને અજિંક્ય રહાણેનો સમાવેશ નક્કી જણાય છે. મનોજ તિવારીનો સમાવેશ પણ નકારી ન શકાય.
બોલરોમાં પ્રવીણકુમાર, ઉમેશ યાદવ, વરુણ ઍરોન, વિનયકુમાર તેમ જ રવિચન્દ્રન અશ્વિનના નામ ટીમમાં જોવા મળશે એની પાકી સંભાવના છે. ઇશાન્ત શર્માનું ડાઉટફુલ છે. હરભજન સિંહે પોતે હજી પાંચથી છ વર્ષ રમી શકે એમ હોવાનું નિવેદન ગઈ કાલે મિડિયા મારફત બહાર પડાવ્યું, પરંતુ તેનો પણ ચાન્સ ઓછો છે. ઑલરાઉન્ડરોમાં રવીન્દ્ર જાડેજાનું નામ નક્કી જણાય છે.
Coronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી
4th March, 2021 10:00 ISTમીઠાઈમાં પણ ચૂંટણીફીવર
4th March, 2021 07:27 ISTપશ્ચિમ બંગાળના માલદામાં ચૂંટણીસભાને સંબોધિત કરી
3rd March, 2021 10:45 IST