ભારતીય ટીમ ભગવા કલરની જર્સીમાં જોવા મળશે, સામે આવી તસવીર

Published: Jun 05, 2019, 09:20 IST | લંડન

ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામે પોતાની પહેલી મેચ રમશે. જેમાં ભારતીય ટીમ જીત માટે ફેવરીટ માનવામાં આવી રહી છે.

ભારતીય ટીમ
ભારતીય ટીમ

આજે એટલે કે 5 જુનના રોજ ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માં ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામે પોતાની પહેલી મેચ રમશે. જેમાં ભારતીય ટીમ જીત માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. જ્યારે પણ તમે ભારતીય ટીમને લઇને વિચારતા હોવ કે જોતા હોય ત્યારે તમને પુરી ટીમ બ્લુ (વાદળી) કલરની જર્સીમાં જ જોઇ હશે અને કલ્પના કરી હશે. પણ આજની આ મેચમાં ભારતીય ટીમ તમને વાદળી કરલની જર્સીમાં નહી જોવા મળે. મળી રહેલ એક રીપોર્ટ પ્રમાણે ટીમ ઇન્ડિયા તમને હવે ભગવા રંગની જર્સીમાં જોવા મળી શકે છે.


Team India New Jersey (PC : IANS)
મળી રહેલ એક માહિતી મુજબ IANS ના રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019માં અમુક મેચમાં ભગવા જર્સીમાં જોવા મળી શકે છે. કારણ કે ICC એ જર્સીને લઈને અલગ નિયમો બનાવ્યા છે.(PC - IANS)


ICC ના નિયમના કારણે જર્સી બદલવામાં આવી છે
જોકે અત્યારે આ નવી ભગવા જર્સી ફ્રન્ટ લુક સામે નથી આવ્યો. જોકે IANS એ આ નવી જર્સીના પાછળના ભાગનો એક ફોટો જાહેર કર્યો છે. જર્સીને લઈને સૂત્રોનું કહેવું છે કે આ નવી જર્સી આ ફક્ત આઈસીસીના નિયમો પ્રમાણે બનાવવામાં આવી છે. આ ભગવા કલરની જર્સી કાયમ માટે ભારતીય ટીમ નહી પહેરી શકે.

Team India (PC : AP)
ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ ભારત ભગવા કલરની જર્સી પહેરશે
ICC નો નિયમ એવું સુચવે છે કે યજમાન ટીમ જ્યારે આઈસીસીની ઇવેન્ટમાં ભાગ લેશે ત્યારે પોતાની જર્સી બદલશે. આ વખતે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે પોતાની જર્સી બદલાવી છે. જેથી હવે ભારત અને ઇંગ્લેન્ડની જર્સીનો કલર પણ બ્લૂ થઇ ગયો છે. આ કારણે ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાએ પણ પોતાની જર્સી બદલવી પડશે. કારણ કે બંનેની જર્સી બ્લૂ કલરની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK