ટીમ ઈન્ડિયાના નામે રહ્યો વર્લ્ડ કપ 2019નો આ શર્મનાક રેકોર્ડ

Jul 10, 2019, 17:39 IST

ન્યુ ઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની પહેલી સેમી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. હાઈ વોલ્ટેજ ગેમમાં 10 ઓવરમાં 240 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમે 4 વિકેટ ગુમાવીને માત્ર 24 રન બનાવ્યા હતા

ટીમ ઈન્ડિયાના નામે રહ્યો વર્લ્ડ કપ 2019નો આ શર્મનાક રેકોર્ડ

ન્યુ ઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની પહેલી સેમી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. હાઈ વોલ્ટેજ ગેમમાં 10 ઓવરમાં 240 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમે 4 વિકેટ ગુમાવીને માત્ર 24 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનો આ સૌથી ખરાબ સ્કોર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલા પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવી હતી અને માત્ર 24 રન જ બનાવ્યા છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં દેખાઈ રહી છે.

ટીમ ઈન્ડિયાની આ ઈનિંગ પહેલા ન્યુ ઝીલેન્ડના નામે આ શર્મનાક રેકોર્ડ હતો. ન્યુ ઝીલેન્ડે 10 ઓવરમાં માત્ર 27 રન બનાવ્યા હતા જે આ વર્લ્ડ કપમાં પહેલી 10 ઓવરમાં લોવેસ્ટ સ્કોર હતો. ન્યુ ઝીલેન્ડની ઈનિંગની ખાસ વાત એ રહી હતી કે ન્યુ ઝીલેન્ડે એક જ વિકેટ ગુમાવી હતી જ્યારે ભારતે 24 રન બનાવ્યા છે અને 4 વિકેટ ગુમાવી હતી. ભારતને જીતવા અને ફાઈનલમાં પહોચવા માટે 240 રનનો ટાર્ગેટ છે.

આ પણ વાંચો: World Cup 2019 : જો બીજા દિવસે પણ વરસાદ પડે તો DLS પ્રમાણે ભારતને શું ટાર્ગેટ મળશે

ભારતે પહેલી વિકેટ રોહિત શર્માના સ્વરૂપે ગુમાવી હતી. રોહિત પછી તુ ચલ મે આયાની જેમ એક પછી એક વિરાટ કોહલી, લોકેશ રાહુલ અને દિનેશ કાર્તિક પેવેલિયન પરત ફર્યા હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ અનુક્રમે 1 રન બનાવીને આઉટ થયા હતા જ્યારે દિનેશ કાર્તિકે 6 રન બનાવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK