World Cup 2019 : ભારતે 125 રને વિન્ડીઝને હરાવ્યું, કોહલી મેન ઓફ ધ મેચ

Published: 27th June, 2019 23:25 IST | Manchester

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 125 રને વેસ્ટ ઇન્ડિઝને હાર આપી હતી. આમ ભારત હજુ સુધી ટુર્નામેન્ટમાં અજેય રહ્યું છે. પણ આ હાર સાથે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડ કપ 2019માંથી બહાર થઇ ગઇ છે.

Manchester : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 125 રને વેસ્ટ ઇન્ડિઝને હાર આપી હતી. આમ ભારત હજુ સુધી ટુર્નામેન્ટમાં અજેય રહ્યું છે. પણ આ હાર સાથે વેસ્ટ ઇન્ડિઝની ટીમ વર્લ્ડ કપ 2019માંથી બહાર થઇ ગઇ છે. ભારતીય ટીમ અત્યારે પોઇન્ટ ટેબલમાં 6 મેચમાં 5 મેચ જીતી 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. આમ હવે બાકીની ત્રણમાંથી એક મેચ જીતીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારત ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેનાર એક માત્ર ટીમ છે.

 

વેસ્ટ ઇન્ડિઝ 143 રનમાં ઓલઆઉટ
ભારતે આપેલા 269 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ 143 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓપનર સુનિલ એમ્બરિસના 31 રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન 30 રનનો આંક વટાવી શક્યું ન હતું. મોહમ્મદ શમીએ ક્રિસ ગેલ અને શાઈ હોપને આઉટ કરીને વિન્ડીઝના બેટિંગ લાઈનઅપની કમર તોડી હતી. તેણે 4 વિકેટ ઝડપી હતી. જયારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી.



મોહમ્મદ શમીએ ભારતને અપાવી શરૂઆતી સફળતા

અફઘાનિસ્તાન સામે હેટ્રિક ઝડપનાર મોહમ્મદ શમીએ આ મેચમાં પણ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શમીએ ક્રિસ ગેલ (6)ને કેદાર જાધવના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શાઈ હોપ (5)ને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. વિન્ડીઝે 16 રનમાં બે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શમીએ શિમરોન હેટમાયર (18)ને રાહુલના હાથે કેચ કરાવીને પોતાની ત્રીજી સફળતા મેળવી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

બુમરાહ હેટ્રિક ચુક્યો
જસપ્રીત બુમરાહ 27મી ઓવરમાં પોતાના બીજા સ્પેલમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેણે પ્રથમ બોલ પર બ્રેથવેટને ધોનીના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ફેબિયન એલેનને શૂન્ય પર LBW આઉટ કર્યો હતો. બુમરાહને હેટ્રિકની તક મળી હતી પરંતુ તે આ સિદ્ધિ મેળવવા ચુકી ગયો હતો. શેલ્ડન કોટરેલ (10)ને ચહલે LBW આઉટ કર્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય બુમરાબ, ચહલે બે-બે તથા હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK