World Cup 2019 : બાંગ્લાદેશને 28 રને હરાવીને ટીમ ઇન્ડિયાએ સેમી ફાઇનલમાં જગ્ગા નક્કી કરી

London | Jul 02, 2019, 23:58 IST

ટીમ ઇન્ડિયાએ 28 રને બાંગ્લાદેશને માત આપીને સેમી ફાઇનલની ટીકિટ નક્કી કરી લીધી છે. આ મેચમાં આજે ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં 9 વિકેટના નુકસાન પર 314 રન ફટકાર્યા હતા. મહત્વનું છે કે બાંગ્લાદેશના બોલર્સે પણ સારુંએવું પ્રદર્શ કર્યું હતું.

World Cup 2019 : બાંગ્લાદેશને 28 રને હરાવીને ટીમ ઇન્ડિયાએ સેમી ફાઇનલમાં જગ્ગા નક્કી કરી
ભારતે બાંગ્લાદેશને હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાએ 28 રને બાંગ્લાદેશને માત આપીને સેમી ફાઇનલની ટીકિટ નક્કી કરી લીધી છે. આ મેચમાં આજે ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં 9 વિકેટના નુકસાન પર 314 રન ફટકાર્યા હતા. મહત્વનું છે કે બાંગ્લાદેશના બોલર્સે પણ સારુંએવું પ્રદર્શ કર્યું હતું. જોકે બાંગ્લાદેશ ટીમે ભારતને જબરદસ્ત ફાઇટ આપી હતી. પરંતુ અંતે જીત મેળવી શકી નહીં.


ભારત તરફથી રોહિત શર્માએ અને લોકેશ રાહુલે શાનદાર ઈનીંગ રમી હતી. રોહિત શર્માએ આ ટૂર્નામેન્ટની ત્રીજી સદી ફટકારી જ્યારે કેએલ રાહુલે પણ 77 રનની ઈનિંગ રમી હતી. બાંગ્લાદેશ ટીમના મુસ્તાફીઝુર રહમાને 5 વિકેટ ઝડપી હતી. બીજી તરફ 315 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલ બાંગ્લાદેશ ટીમ 48 ઓવરમાં 286 રન બનાવીને જ ઑલ આઉટ થઈ ગઈ હતી. શકિબ અલ હસને સૌથી વધુ 66 રન ફટકાર્યા હતા અને મોહમ્મદ સૈફુદ્દીને પણ ફીફ્ટી ફટકારી હતી.


આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય બોલર્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું. હાર્દિક પંડ્યાએ
10 ઓવરમાં 60 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તો ગુજરાતી ક્રિકેટર જસપ્રિત બુમરાહે 10 ઓવરમાં 55 રન આપી 4 વિકેટ ઝડપી બાંગ્લાદેશનું વર્લ્ડ કપ 2019મા સેમી ફાઈનલ સુધી પહોંચવાનું સપનું રોળી નાખ્યું હતું. ભારત વર્લ્ડ કપ 2019ની કુલ 8 મેચ રમ્યું છે જેમાંથી 6માં જીત, 1માં હાર અને વરસાદના કારણે 1 મેચ રદ્દ થઈ હતી. આ જીત સાથે જ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે ભારતીય ટીમ બીજા ક્રમાંકે પહોંચી ગઈ છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વર્લ્ડ કપ 2019માં પોઇન્ટ ટેબલની વાત કરીએ તો ટાઇટલ જીતવા માટે મજબુત દાવેદાર ગણાતી અને સૌથી પહેલા સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરનાર ઑસ્ટ્રેલિયાની ટીમ 
14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. ન્યૂઝીલેન્ડ 11 પોઈન્ટ સાથે ત્રીજા નંબર છે, ઈંગ્લેન્ડ 10 પોઈન્ટ સાથે ચોથા નંબર છે અને પાકિસ્તાન 9 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રેસ લાગી છે. જોવાનું રહેશે કે બીજી બે જગ્યા માટે કઈ કઈ ટીમ સેમી ફાઈનલમાં પહોંચશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK