Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતે ઇનીંગ અને 130 રને બાંગ્લાદેશને હરાવી સતત છઠ્ઠી ટેસ્ટ મેચ જીત્યું

ભારતે ઇનીંગ અને 130 રને બાંગ્લાદેશને હરાવી સતત છઠ્ઠી ટેસ્ટ મેચ જીત્યું

16 November, 2019 05:25 PM IST | Indore

ભારતે ઇનીંગ અને 130 રને બાંગ્લાદેશને હરાવી સતત છઠ્ઠી ટેસ્ટ મેચ જીત્યું

ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ જીતી (PC : BCCI)

ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચ જીતી (PC : BCCI)


ઇંદોરમાં રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને એક ઇનીંગ અને 130 રને માત આપી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ સતત છઠ્ઠી ટેસ્ટ મેચ જીતી લીધી છે. ભારતે પહેલી ઇનીંગમાં 6 વિકેટના ભોગે 493 રને દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં મેદાને ઉતરેલી બાંગ્લાદેશની બીજી ઇનીંગની શરૂઆત નબળી રહી હતી અને 213 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. આમ ભારત આ ટેસ્ટ મેચ જીત સાથે સીરિઝમાં 1-0થી આગળ પહોંચી ગઇ છે. તો તમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજીવાર એક ઇનીંગની જીતની હેટ્રિક લગાવી હતી. આ પહેલા વર્ષ 1992 અને 1993 માં આવી સિદ્ધી મેળવી હતી.


આ મેચમાં મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી ટીમ ઇન્ડિયાની સ્થિતી મજબુત કરી
ભારત માટે મયંક અગ્રવાલે 243 રનની ઇનિંગ્સ રમતા કરિયરની આઠમી ટેસ્ટમાં બીજી બેવડી સદી મારી હતી. તેના સિવાય અજિંક્ય રહાણેએ 86, ચેતેશ્વર પુજારાએ 54 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 60 રન કર્યા હતા. બાંગ્લાદેશ માટે અબુ જાયેદે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભારત માટે બંને ઇનિંગ્સમાં મોહમ્મદ શમીએ 7, રવિચંદ્રન અશ્વિને 5, ઉમેશ યાદવે 4 અને ઇશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે 43-64 અને લિટન દાસે 21-35 રનની ઇનિંગ્સ રમી હતી.





બાંગ્લાદેશ સામે ભારત એકપણ ટેસ્ટ હાર્યું નથી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ રમાઈ છે. ભારતે આમાંથી 8 ટેસ્ટ જીતી છે, જયારે 2 મેચ ડ્રો રહી છે. ભારતે પોતાના ઘરઆંગણે બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટ ફેબ્રુઆરી 2018માં હૈદરાબાદ ખાતે રમી હતી. ભારતે તે ટેસ્ટ 208 રને જીતી હતી. બંને ટીમ વચ્ચે આ સાતમી સીરિઝ છે, અત્યાર સુધી બધી સીરિઝ ભારતે જ જીતી છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ટોપ 3 સિંગલ ડિજિટમાં આઉટ થયા
બીજા દાવમાં બાંગ્લાદેશની શરૂઆત ફરી એકવાર નબળી રહી હતી. તેમના ટોપ 3 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ઇમરુલ કાયસ 6 રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેના પછી એસ ઇસ્લામ 6 રને ઇશાંતની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જયારે કેપ્ટન મોમિનુલ હક 7 રને શમીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. ભારતે પ્રથમ દાવમાં 343 રનની લીડ મેળવીને દાવ ડિક્લેર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 05:25 PM IST | Indore

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK