ક્રિકેટર હાર્દિક પંડ્યાએ શૅર કરી દીકરાની આ વાત, જાણો શું રાખ્યું નામ

Updated: 17th August, 2020 22:39 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

હાર્દિક પંડ્યાના દીકરા માટે એક કાર ડીલર કંપની મર્સિડીઝ એએમજીએ આ કારના મૉડલવાળી કારનું રમકડું ભેટ સ્વરૂપે મોકલ્યું છે, હાર્દિકે આ ગિફ્ટ માટે કંપનીને થેન્કયૂ કહ્યું તો સાથે તેણે પોતાના દીકરાનું નામ પણ જણાવ્યું છે.

હાર્દિક પંડ્યાએ આ રાખ્યું દીકરાનું નામ
હાર્દિક પંડ્યાએ આ રાખ્યું દીકરાનું નામ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા(Hardik pandya) અને પત્નીએ પોતાના પહેલા બાળકનું નામ રાખી દીધું છે. સગાઇથી લઈને લગ્ન અને પછી પત્નીની પ્રેગ્નેન્સીના સમાચાર ઇન્સ્ટાગ્રામ દ્વારા જણાવનારા હાર્દિકે પોતાના દીકરાનું નામ પણ આ પ્લેટફૉર્મ પર જ શૅર કર્યું છે. હકીકતે હાર્દિક પંડ્યાના દીકરા માટે એક કાર ડીલર કંપની મર્સિડીઝ એએમજીએ આ કારના મૉડલવાળી કારનું રમકડું ભેટ સ્વરૂપે મોકલ્યું છે, હાર્દિકે આ ગિફ્ટ માટે કંપનીને થેન્કયૂ કહ્યું તો સાથે તેણે પોતાના દીકરાનું નામ પણ જણાવ્યું છે.

હાર્દિકે આ ગિફ્ટ સાથે પોતાની એક તસવીર ક્લિક કરીને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કંપનીને થેન્કયૂ કહેતી ફોટો પોસ્ટ શૅર કરી છે. હાર્દિકે પોસ્ટમાં લખ્યું છે કે, "અગસ્ત્યાની પહેલી એએમજી માટે થેન્કયૂ એએમજી બેન્ગલૉર"

Hardik Pandya Story

જણાવવાનું કે 31 મે 2020ના અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ પોત-પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી આ માહિતી આપી હતી કે તે પેરેન્ટ્સ બનવાના છે. આ પહેલા આ વર્ષની શરૂઆથમાં જ હાર્દિક અને નતાશાએ સગાઈની જાહેરાત પણ કરી હતી. હાર્દિકે દુબઈમાં નતાશાને પ્રપૉઝ કર્યું હતું અને સગાઈની રિન્ગ પણ પહેરાવી હતી. હાર્દિકે પોતાની સગાઈની માહિતી પણ ચાહકોને 1 જાન્યુઆરી 2020ના સોશિયલ મીડિયા દ્વારા જ આપી હતી. ત્યાર બાદ કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં થયેલા લૉકડાઉન દરમિયાન તેમણે બન્નેએ લગ્ન કર્યા. 30 જુલાઇએ હાર્દિક અને નતાશા માતા-પિતા બન્યા.

જણાવવાનું કે હાર્દિક પંડ્યા પોતાની બૅક ઇન્જરીને કારણે ઘણો સમય સુધી ટીમ ઇન્ડિયામાંથી બહાર હતો. તાજેતરમાં જ તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝ માટે કમબૅક કર્યું હતું. આ સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

First Published: 17th August, 2020 22:29 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK