Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મુંબઈ મૅરથૉન 30 મેએ

12 February, 2021 07:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ મૅરથૉન 30 મેએ

મુંબઈ મૅરથૉન

મુંબઈ મૅરથૉન


તાતા મુંબઈ મૅરથૉનના પ્રમોટર્સ પ્રોકેમ ઇન્ટરનૅશનલે આ મૅરથૉનની ૨૦૨૧ની એડિશન તારીખ જાહેર કરી હતી. મુંબઈ અને વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતી મુંબઈ મૅરથૉન આ વર્ષે ૩૦ મેએ યોજાશે.

આયોજકોએ જણાવ્યું કે ‘રાજ્ય અને નાગરિક અધિકારીઓ તથા ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ઍથ્લિટ સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ અમે આ નિર્ણય લીધો છે. વર્તમાન સરકારી પ્રોટોકોલને ધ્યાનમાં રાખી પ્રોકેમ ઇન્ટરનૅશનલ ઑન-ગ્રાઉન્ડ ઇવેન્ટ, ફુલ મૅરથૉનમાં મર્યાદિત સ્પર્ધકો, હાફ મૅરથૉન અને ૧૦ કિલોમીટરના રનનું આયોજન કરશે.’



આ વખતે મર્યાદિત સંખ્યામાં ભારત અને વિશ્વભરના લોકો ટીએમએમ ૨૦૨૧ ઍપ્લિકેશન દ્વારા ભાગ લઈ શકશે. જોકે આયોજકો નજીકના સમયમાં રેસનું ફૉર્મેટ, રજિસ્ટ્રેશન માટેની માહિતી, સુરક્ષાનાં સાધનો, પ્રોટોકોલ અને પ્રતિસ્પર્ધીઓ માટેની જરૂરી માહિતી જાહેર કરશે.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2021 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK