આ બેટ્સમેને ફટકાર્યા 61 બોલમાં 141 રન

Feb 09, 2019, 18:52 IST

તમીમે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફાઈનલમાં ધમાકેદાર ઈનિંગ રમી હતી. ઈકબાલે ફાઈનલ મેચમાં વિરોધી ટીમને હંફાવતા પોતાની ટીમને જીત અપાવી હતી. તમીમે આ મેચમાં માત્ર 61 બોલમાં 141 રન ફટકાર્યા હતાં. જેમા 10 ચોગ્ગા અને 11 છક્કા ફટકાર્યા હતા.

આ બેટ્સમેને ફટકાર્યા 61 બોલમાં 141 રન
સૌજન્ય: ક્રિકઈન્ફો

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન તમીમ ઈકબાલની તોફાની બેટિંગનો નજારો જોવા મળ્યો હતો. તમીમે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફાઈનલમાં ધમાકેદાર ઈનિંગ રમી હતી. ઈકબાલે ફાઈનલ મેચમાં વિરોધી ટીમને હંફાવતા પોતાની ટીમને જીત અપાવી હતી. તમીમે આ મેચમાં માત્ર 61 બોલમાં 141 રન ફટકાર્યા હતાં. જેમા 10 ચોગ્ગા અને 11 છક્કા ફટકાર્યા હતા.

બીપીએલની ફાઈનલ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ પર ઢાકા ડાઈનામિક્સ અને કોમિલા વિક્ટોરિયસ વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મુકાબલામાં ઈકબાલે બધી બાજૂ શોટ્સ રમતા વિરોધી બોલરોને પરસેવો પડાવી દીધો હતો. ફાઈનલ મુકાબલામાં કોમિલા વિક્ટોરિયંસે ઈકબાલની શતકીય ઈનિંગની મદદથી ઢાકા ડાઈનામિક્સને 200 રનનો લક્ષ્ય આપ્યું હતું. જેની સામે ઢાકા ડાઈનામિક્સ 182 રન જ બનાવી શક્યું હતું અને આખી ઓલઆઉટ થઈ હતી.

 

કોમિલા વિક્ટોરિયંસે પહેલી વિકેટ 9 રને ગુમાવી હતી જો કે ત્યારબાદ તમીમ ઈકબાલે વિરોધી બોલરોને ટીમ પર હાવી થવા દીધા ન હતા અને તાબડતોડ 61 બોલમાં 141 રન બનાવ્યા હતા અને ટીમને ફાઈનલ જીતાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK