IPL 2019: તો શું આઈપીએલથી બહાર થઈ જશે કિંગ્સ ઈલેવન પંજાબ

જાપાન | May 01, 2019, 16:31 IST

IPL 2019 આઈપીએલની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબના માલિક નેસ વાડિયાને ડ્રગ રાખવાના આરોપમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.

IPL 2019: તો શું આઈપીએલથી બહાર થઈ જશે કિંગ્સ ઈલેવન પંજાબ
કિંગ્સ ઈલેવન પંજાબ

IPL 2019 આઈપીએલની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબના માલિક નેસ વાડિયાને ડ્રગ રાખવાના આરોપમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. વાડિયાને આ સજા જાપાનના સપોરો જિલ્લાની કોર્ટે સંભળાવી છે. આ સજા હાલ પાંચ વર્ષ માટે સસ્પેન્જ રહેશે. જો આ અવધિ દરમિયાન વાડિયા જાપાનમાં કોઈ ગેરકાયદાકીય કામ કરતા પડકાઈ જાય છે તો તેમને જેલમાં મોકલવામાં આવશે. અહેવાલો અનુસાર 20મી માર્ચે વાડિયાને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને કોર્ટે સુનાવણી અગાઉ તેણે કસ્ટડીમાં અજ્ઞાત સમય પસાર કર્યો હતો. તેમને ઉત્તર જાપાનના હોકાઈડૂ ટાપુના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. વાડિયા પાસે 25 ગ્રામ કેનાબીસ મળી હતી અને તેણે સ્વીકાર્યું કે તેણે તેને વ્યક્તિગત ઉપયોગ માટે રાખ્યો હતો.

નેસ વાડિયા પર લાગેલા આરોપ અને સજા સંભળાવ્યા બાદ એની અસર ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ પર પડી શકે છે. આઈપીએલના નિયમ અનુસાર કોઈ ટીમ અધિકારી જો ખોટું કામ કરે છે જેથી ટીમ, લીગ, બીસીસીઆઈ અથવા રમતનો અપમાન કરવામાં આવે તો ટીમમાં પરિસ્થિતિને સસ્પેન્ડ કરી શકાય છે. આ નિયમ અનુસાર બીસીસીઆઈ કદાચ પંજાબ ટીમને બેન કરવા પર બાધ્ય છે. જોકે આ મામલો પહેલા કમીશનની પાસ તપાસ કરવા માટે જશે અને બાદ એને લોકપાલની પાસે મોકલવામાં આવશે. એની પહેલા ચેન્નઈ ટીમની સાથે પણ આ રીતની ઘટના ઘટી ચૂકી છે જ્યારે ટીમના માલિકના કારણથી આ બે વર્ષના માટે બેન કરવામાં આવી હતી. બીસીસીઆઈના એક વરિષ્છ અધિકારીની માનીએ તો હવે પંજાબ ટીમની મુસીબત વધી ગઈ  છે. હવે વાડિયા મામલા પર શુક્રવારે મુંબઈમાં થનારી સીઓએની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને એના પર એક્શન લેવામાં આવશે. જોકે વાત સ્પષ્ટ નથી થઈ કે પંજાબ ટીમ આ સીઝનમાં જ બેન થશે અથવા પછી એના પર સીઝન બાદ કાર્યવાહી કરવામાં આવશે. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK