Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગ્રેટ ફિનિશરની ગ્રેટ ઇનિંગ્સ

ગ્રેટ ફિનિશરની ગ્રેટ ઇનિંગ્સ

16 August, 2020 07:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રેટ ફિનિશરની ગ્રેટ ઇનિંગ્સ

ધોની

ધોની


મહેન્દ્ર સિંહ ધોનીની ૧૪ વર્ષની કરીઅરમાં તેણે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમ જ ઘણી મૅચ પણ તેણે જિતાડી છે. તે એક અદ્ભુત બૅટ્સમૅન હતો. તે કૅપ્ટન કૂલ ગણાતો હતો અને દરેક પરિસ્થિતિમાં તે શાંત રહેતો હતો, પરંતુ તેનું બૅટ ખૂબ જોરશોરથી વાત કરતું હતું. તેના રિટાયરમેન્ટ દરમ્યાન આપણે તેની ૭ અદ્ભુત ઇનિંગ્સ પર એક નજર કરીએ.

dhoni-01



શ્રીલંકા સામે ૨૦૧૧માં ૯૧ રનની ઇનિંગ


૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઇન્ડિયાના ત્રણ વિકેટે ૧૧૪ રન હતા. ૨૭૫ના રન-ચેઝમાં ઇન્ડિયાનો સ્ટ્રાઇક-રેટ ૬ રનની નજીક-નજીક જતો હતો. આ ઇનિંગમાં ગૌતમ ગંભીર અને ધોનીએ ખૂબ સારી એટલે કે ૧૦૯ રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યાર બાદ ગંભીર આઉટ થતાં ધોની અને યુવરાજ સિંહે રનનો વરસાદ વરસાવ્યો હતો. તેમણે ફટાફટ ૫૪ રન કરીને ઇન્ડિયાને જીત અપાવી હતી. એ મૅચમાં ધોનીએ ૭૯ બૉલમાં ૯૧ રન કર્યા હતા, જેમાં ૮ ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ હતો. એ મૅચમાં યુવરાજને સ્પિનર સામે રમવાની તકલીફ પડી રહી હતી, પરંતુ ધોનીએ મુરલીધરનના દૂસરાનો પણ કડક જવાબ આપ્યો હતો.

૨૦૦૫માં પાકિસ્તાન સામે ૧૪૮ રનની ઇનિંગ


ધોનીએ કરીઅરની શરૂઆત જ કરી હતી. તેની શરૂઆતની ત્રણ-ચાર મૅચ ખૂબ ખરાબ રહી હતી, પરંતુ પાંચમી ઇનિંગમાં તેણે પાકિસ્તાનને ધોઈ નાખ્યું હતું. એ સમયે તેના વાળ લાંબા હતા. સચિન તેન્ડુલકર બે રન પર રનઆઉટ થયા બાદ સૌરવ ગાંગુલીએ ધોનીને ત્રીજા ક્રમે મોકલ્યો હતો. વીરેન્દર સેહવાગ અને ધોનીની બૅટિંગ પાકિસ્તાનને ભારે પડી હતી. સેહવાગની જેમ જ ધોનીએ પણ ફાસ્ટ બોલર્સને પૉઇન્ટ પર ખૂબ ભયાનક શૉટ માર્યા હતા. અબ્દુલ રઝાકને પૉઇન્ટ પર, મોહમ્મદ શમી અને રાણા નાવેદ-અલ હસનને ફ્રન્ટફટુ પર જઈને એક્સ્ટ્રા કવર પર અને શાહિદ આફ્રિદીને પણ તેણે નહોતો છોડ્યો. ધોનીએ તેની પહેલી વન-ડે સેન્ચુરી ૮૮ બૉલમાં પૂરી કરી હતી. ત્યાર બાદ તેણે તેના તમામ શૉટ મારવાનું શરૂ કર્યું હતું અને પાકિસ્તાનને સમજ પણ નહોતી પડી રહી કે શું થઈ રહ્યું છે. ધોનીએ ૧૨૩ બૉલમાં ૧૪૮ રન કર્યા હતા, જેમાં ૧૫ ચોગ્ગા અને ચાર સિક્સરનો સમાવેશ હતો. ત્રણ નંબર પર દુનિયાના કોઈ પણ વિકેટકીપર-બૅટ્સમૅને કરેલો અત્યાર સુધીનો આ હાઇએસ્ટ સ્કોર હતો.

dhoni-02

૨૦૦૫માં શ્રીલંકા સામે ૧૮૩ રન (નૉટઆઉટ)

પાકિસ્તાન સામેની મૅચના છ મહિના બાદ ધોનીએ ફરી ચમત્કાર કર્યો હતો. ૨૯૯ રન ઇન્ડિયાએ ચેઝ કરવાના હતા અને સચિન તેન્ડુલકર ફરી જલદી આઉટ થઈ ગયો હતો. ત્યાં જ ધોની તેનો હાથ ફેરવતો-ફેરવતો જયપુરના સ્ટેડિયમમાં એન્ટર થયો હતો. શ્રીલંકાને ત્યારે ખબર નહોતી કે તેમની સામે તોફાન આવી રહ્યું છે. એ મૅચમાં ધોનીએ સાબિત કર્યું હતું કે તે પાવરની સાથે કૅલ્ક્યુલેશન દ્વારા રમે છે અને તે એક સ્ટાઇલિશ ફિનિશર છે. તેની કમ્પેરિઝન સચિન તેન્ડુલકરના ડીઝર્ટ સ્ટ્રોમ સાથે થવા લાગી હતી. તેણે ૧૪૫ બૉલમાં ૧૮૩ (નૉટઆઉટ) રન કર્યા હતા, જેમાં ૧૫ ચોગ્ગા અને ૧૦ સિક્સર હતી. ત્રણ નંબર પર દુનિયાના કોઈ પણ વિકેટકીપર-બૅટ્સમૅને નૉટઆઉટ રહીને કરેલો અત્યાર સુધીનો એ હાઇએસ્ટ સ્કોર છે. તેની પહેલી ફિફ્ટી ૪૦ બૉલમાં, બીજી ફિફ્ટી ૪૫ બૉલમાં અને ત્રીજી ફિફ્ટી ૩૮ બૉલમાં થઈ હતી. ૧૮૩માંથી ૧૨૦ રન તેણે ફક્ત બાઉન્ડરી દ્વારા જ કર્યા હતા. આ મૅચમાં તેણે સિક્સર ફટકારીને મૅચ ફિનિશ કરી હતી અને ત્યારથી તે મૅચ-ફિનિશર બની ગયો હતો.

૨૦૦૬માં પાકિસ્તાન સામે ૭૨ રન (નૉટઆઉટ)

પાંચ મૅચની સિરીઝમાં પાકિસ્તાન અને ઇન્ડિયા એક-એક પર હતાં. શોએબ મલિકના ૧૦૮ રન સાથે પાકિસ્તાનના ૨૮૮ રનને ચેઝ કરવા માટે ધોનીને મોકલવામાં આવ્યો હતો. મોહમ્મદ આસિફ અને ઉમર ગુલની ઘાતક બોલિંગ સામે ધોની અને યુવરાજ સિંહ બૅટિંગ કરી રહ્યા હતા. એ મૅચમાં ધોનીએ ૪૬ બૉલમાં ૭૨ રન કરીને બાજી પલટી નાખી હતી. એ મૅચને ફિનિશ કરવાની સાથે તે ગેમને ફિનિશ કરનારો કિંગ બની ગયો હતો. ૨૦ બૉલમાં તેણે ૧૮ રન કર્યા હતા અને ત્યાર બાદ ધમાલ મચાવતાં તેણે ૩૫ બૉલમાં ફિફટી કર્યા હતા. તેના આ ચેઝ સાથે પાકિસ્તાનના પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફ તેના લૉન્ગ હેરના દીવાના બની ગયા હતા.

૨૦૧૨માં પાકિસ્તાન સામે ૧૧૩ રન (નૉટઆઉટ)

ઇન્ડિયાના ટોચના ચાર બૅટ્સમેન સારો પર્ફોર્મન્સ નહોતા કરી શક્યા. રોહિત શર્મા અને સુરેશ રૈના પણ જલદી આઉટ થઈ ગયા હતા. ચેન્નઈમાં ગરમી હોવાની સાથે ટીમ પણ ખૂબ પ્રેશરમાં આવી ગઈ હતી. ચેન્નઈના ફેવરિટ ધોની અને આર. અશ્વિન મૅચને પાકિસ્તાનના હાથમાંથી કાઢી લઈ ગયા હતા. એ મૅચમાં તેમણે સાતમી વિકેટ માટે ૧૨૫ રનની પાર્ટનરશિપ કરી હતી. ૨૯ રન પર ઇન્ડિયાની પાંચ વિકેટ પડી ગઈ હતી અને ત્યાર બાદ ધોની છઠ્ઠી વિકેટ માટે ઇન્ડિયાને ૨૨૭ રન સુધી ખેંચી ગયો હતો. તેણે એ મૅચમાં બે રન દસ વાર, ત્રણ રન એક વાર અને ૪૪ સિંગલ રન લીધા હતા. આ ઇનિંગ પૂરી થતાં તેનામાં ઊભી રહેવાની પણ તાકાત નહોતી. જોકે આ મૅચને એક સન્માનજનક સ્કોર સુધી ધોની લઈ ગયો હતો, પરંતુ એ મૅચ પાકિસ્તાન ૬ વિકેટથી જીતી ગયું હતું.

૨૦૧૨માં ઑસ્ટ્રેલિયા સામે ૪૪ રન (નૉટઆઉટ)

ક્લિન્ટ મૅક્‍કેએ વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને આઉટ કર્યા હતા અને ઇન્ડિયા ૯૦ રનની આસપાસ હતું. ૨૦૧૧ની વર્લ્ડ કપની ફાઇનલ અને આ મૅચના ચેઝમાં ઘણી સમાનતા હતી. ૩૫મી ઓવરમાં ઇન્ડિયાની ૧૭૮ રન પર ચાર વિકેટ હતી અને એણે ૨૭૦ રન ચેઝ કરવાના હતા. પાંચમી વિકેટ માટે તેમણે ૬૧ રનની પાર્ટનરશિપ કરી હતી અને રૈના આઉટ થયો હતો. છેલ્લી ઓવરમાં ઇન્ડિયાને ૧૩ રન જોઈતા હતા. ધોની સામે મૅક્‍કે બોલિંગ કરી રહ્યો હતો અને ઇન્ડિયાને ૪ બૉલમાં ૧૨ રન જોઈતા હતા. મૅક્‍કે તેની લેન્ગ્થ ચૂકતાં ધોનીએ ૧૧૨ મીટરની સિક્સર ફટકારી દીધી હતી. ત્રીજો બૉલ નો-બૉલ પડતાં ધોનીએ બે રન લીધા હતા અને ત્યાર બાદ ધોનીએ ફરી ત્રણ રન લઈને મૅચ જિતાડી આપી હતી અને બે બૉલ બાકી રહી ગયા હતા. એ મૅચમાં તેણે ૪૪ રન કર્યા હતા, જેમાં એક સિક્સર હતી.

૨૦૧૩માં શ્રીલંકા સામે ૪૫ રન (નૉટઆઉટ)

શ્રીલંકાના શમિન્દા ઇરેન્ગાએ ઇન્ડિયાના ટૉપ ઑર્ડરને આઉટ કરી દીધા હતા. પિચ પર એક બૉલ બાઉન્સ થતો હતો તો બીજો બૉલ સ્કિડ થતો હતો. ટ્રાઇ-સિરીઝની ફાઇનલ મુશ્કેલીમાં હતી. ઇન્ડિયાએ ફક્ત ૨૦૨ રન ચેઝ કરવાના હતા. ધોની સામે રૈના, જાડેજા, અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને વિજય કુમાર આઉટ થયા હતા. છેલ્લી ઓવરમાં ઇન્ડિયાને ૧૫ રનની જરૂર હતી. પહેલો બૉલ ખાલી ગયો હતો. ત્યાર બાદ ધોનીએ સિક્સર, ફોર અને સિક્સર મારીને મૅચ જિતાડી દીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK