દસમા નંબરના બૅટ્સમૅનનો વર્લ્ડ રેકૉર્ડ

Published: 22nd November, 2012 05:59 IST

અબુલ હસને કરીઅરની પહેલી જ ટેસ્ટના પ્રથમ દાવમાં આ ક્રમે રમ્યો અને સેન્ચુરી ફટકારીને નવો વિક્રમ સ્થાપ્યોખુલના (બંગલા દેશ): વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમૅચમાં બંગલા દેશના ૨૧ વર્ષની ઉંમરના નવા ઑફ સ્પિનર સોહાગ ગાઝીએ કુલ ૯ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો અને ગઈ કાલે બીજી ટેસ્ટમૅચ (નીઓ પ્રાઇમ પર સવારે ૯.૦૦)માં ૨૦ વર્ષના પેસબોલર અબુલ હસને (૧૦૦ નૉટઆઉટ, ૧૦૮ બૉલ, ૩ સિક્સર, ૧૩ ફોર) બોલિંગમાં નહીં પણ બૅટિંગમાં કમાલ કરી હતી. તે ૧૦મા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને કરીઅરની પહેલી જ ટેસ્ટમૅચમાં આ નંબર પર રમીને સેન્ચુરી ફટકારનાર ૧૧૦ વર્ષ પછીનો બીજો પ્લેયર બન્યો હતો.

જોકે એક રીતે અબુલનો નવો વિશ્વવિક્રમ પણ બન્યો છે. કાકિર્દીની પ્રથમ ટેસ્ટમાં ૧૦મા નંબરે સદી ફટકારવાની ઘટના ૧૮૭૭થી માંડીને અત્યાર સુધીની ૨૦૫૯ ટેસ્ટમૅચમાં બે વખત બની છે અને એમાં અબુલ હવે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર રેજી ડફ સાથે જોડાયો છે. રેજીએ ૧૯૦૨માં ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમૅચના બીજા દાવમાં ૧૦મા નંબર પર રમીને ૧૦૪ રન બનાવ્યા હતા, જ્યારે ગઈ કાલે અબુલ પહેલી જ ટેસ્ટઇનિંગ્સમાં ૧૦૦ના આંકડા સુધી પહોંચ્યો હતો એટલે એ રીતે ટેસ્ટક્રિકેટના ૧૩૫ વર્ષના ઇતિહાસમાં તેણે નવો કીર્તિમાન સ્થાપ્યો કહેવાય.

અબુલની કરીઅરની શરૂઆત આંચકાઓ સાથે થઈ હતી. પેસબોલર ફિડેલ એડવર્ડ્સે તેને પહેલાં સતત ચાર બૉલમાં બીટ કર્યો હતો. જોકે પછી અબુલ પૂરી એકાગ્રતાથી રમ્યો હતો અને એડવર્ડ્સ ઉપરાંત બીજા કોઈ બોલરને પોતાના પર પ્રભાવ નહોતો પાડવા દીધો. તેણે ડેન્જરસ સ્પિનર સુનીલ નારાયણના બૉલમાં બે રન દોડીને સદી પૂરી કરી હતી.

આજે બીજો વિશ્વવિક્રમ?

ગઈ કાલે બંગલા દેશનો સ્કોર ૮ વિકેટે ૩૬૫ રન હતો. અબુલ અને મહમુદુલ્લા (૭૨ નૉટઆઉટ, ૮૯ બૉલ, ૯ ફોર) વચ્ચે નવમી વિકેટ માટે રમતના અંત સુધીમાં ૧૭૨ રનની અતૂટ ભાગીદારી થઈ હતી અને તેઓ આ વિકેટ માટેની ૧૯૫ રનની ૧૪ વર્ષ જૂની સવોર્ચ્ચ ભાગીદારીથી માત્ર ૨૪ ડગલાં દૂર હતા. ૧૯૫ રનની પાર્ટનરશિપ ૧૯૯૮માં સાઉથ આફ્રિકાના માર્ક બાઉચર અને પૅટ સિમ્કૉક્સ વચ્ચે થઈ હતી.

અબુલ-મહમુદુલ્લાની ૧૭૨ રનની ભાગીદારી બંગલા દેશની નવમી વિકેટ માટેની હાઇએસ્ટ અને ફૉર્થ હાઇએસ્ટ ભાગીદારી છે.

૧૯૩માં ૮ વિકેટ પડી હતી


પ્રથમ ટેસ્ટમૅચ હારી બેઠેલા બંગલા દેશે ગઈ કાલે તમીમ ઇકબાલનો ફરી ટીમમાં સમાવેશ કર્યો હતો, પરંતુ તે ફક્ત ૩૨ રન બનાવી શક્યો હતો. ૯૩ રનમાં બંગલા દેશની ચાર અને ૧૯૩મા રને આઠમી વિકેટ પડી હતી. જોકે પછીથી અબુલ-મહમુદુલ્લાએ કૅરિબિયન બોલરોને છેક સુધી કાબૂમાં રાખ્યા હતા.

ઈજાગ્રસ્ત રવિ રામપૉલને બદલે રમી રહેલા એડવર્ડ્સે ૮૧ રનમાં પાંચ વિકેટ લીધી હતી. કૅપ્ટન-પેસબોલર ડૅરેન સૅમીને બે અને લેફ્ટી સ્પિનર વીરાસામી પમોર્લને એક વિકેટ

મળી હતી. આગલી ટેસ્ટમૅચના હીરો ટિનો બેસ્ટને ૩૧ રનમાં અને નારાયણને ૯૧ રનમાં એક પણ વિકેટ નહોતી મળી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK