મિતાલી રાજના જીવન પર બનનારી ફિલ્મનું આ હશે નામ, તાપસી છે મુખ્ય ભૂમિકામાં

Published: Dec 03, 2019, 12:50 IST | Mumbai

તાપસીએ મિતાલી સાથે જન્મદિવસની ઉજવણી કરી અને સાથે ફિલ્મના નામની પણ જાહેરાત કરી.

તાપસી પન્નૂ અને મિતાલી રાજ
તાપસી પન્નૂ અને મિતાલી રાજ

ભારતીય મહિલા ક્રિકેટ વન-ડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજને તેના 37માં જન્મદિવસે ખાસ ભેટ મળી છે. મિતાલી રાજના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે. જેનું નામ છે "શાબાશ મિતુ". આ ફિલ્મમાં તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.મિતાલી રાજ એકમાત્ર મહિલા ક્રિકેટર છે જેણે વન-ડેમાં 6,000 રન કર્યા છે.મિતાલી રાજને મહિલા ક્રિકેટનું સચિન તેંડુલકરના નામે ઓળખામાં આવે છે. કારણ કે તેણે અનેક વિક્રમો તોડ્યા છે.

આ ખાસ મોકા પર ક્રિકેટર મિતાલી રાજ અને બોલીવુડની મિતાલી રાજ એટલે કે તાપસી પન્નૂ સાથે જોવા મળ્યા. તાપસીએ મિતાલી સાથે જન્મદિવસની ઉજવણી કરી અને સાથે ફિલ્મના નામની પણ જાહેરાત કરી. જુઓ તાપસી અને મિતાલીની ખાસ તસવીરો.


મિતાલીએ 10 ટેસ્ટ, 203 વન ડે અને 89 ટી-20 મેચ રમી છે.તેણે ટેસ્ટમાં 663, વન ડેમાં 6731 અને ટી-20માં 2364 રન કર્યા છે. મિતાલીનો ટેસ્ટમાં હાઈએસ્ટ સ્કોર 214 છે. ટેસ્ટમાં તેણે એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.

આ પણ જુઓઃ Mithali Raj: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે આટલી બોલ્ડ અને બ્યૂટીફુલ

મિતાલી રાજ હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટેસ્ટ અને વન ડે ટીમની કેપ્ટન છે. મિતાલીએ વર્ષ 2002માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.જ્યારે મિતાલીએ પહેલી વનડે 1999માં જુન મહિનામાં આયર્લેન્ડ સામે રમી હતી.મિતાલીએ તેનું ટી-20 ડેબ્યૂ વર્ષ 2006માં કર્યું હતું. તે છેલ્લા 13 વર્ષથી સતત ટી-20 રમી રહી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK