Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑલરાઉન્ડર હેન્રિક્સ સામે ચેન્નઈ ઝૂક્યું

ઑલરાઉન્ડર હેન્રિક્સ સામે ચેન્નઈ ઝૂક્યું

15 October, 2012 05:46 AM IST |

ઑલરાઉન્ડર હેન્રિક્સ સામે ચેન્નઈ ઝૂક્યું

ઑલરાઉન્ડર હેન્રિક્સ સામે ચેન્નઈ ઝૂક્યું




જોહનિસબર્ગ: ચૅમ્પિયન્સ લીગમાં ગઈ કાલે પહેલી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઑસ્ટ્રેલિયન ટીમ સિડની સિક્સર્સ સામે ૧૪ રનથી પરાજય જોવો પડ્યો હતો. સિડનીની આ જીતનો હીરો હતો ઑલરાઉન્ડર મોઇઝેઝ હેન્રિક્સ. હેન્રિક્સના ૨૩ બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૪૯ રન ઉપરાંત ૩ ઓવરમાં ૨૩ રન આપીને ૩ વિકેટ લેવાનો ઑલરાઉન્ડ પર્ફોમન્સ આઇપીએલની રનર-અપ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની હાર માટે મુખ્ય કારણ બન્યો હતો.

શેન વૉટ્સનના ૩૦ બૉલમાં ૪૬ રન ઉપરાંત છેલ્લી ઓવરોમાં હેન્રિક્સના ૨૩ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૪૯ રનની ફટકાબાજીને લીધે સિડનીએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૫ રનનો ચૅલેન્જિંગ સ્કોર બનાવ્યો હતો. ચેન્નઈ વતી રવિચન્દ્રન અશ્વિન ૩૨ રનમાં બે વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો હતો.

સિડનીના ૧૮૬ રનના ટાર્ગેટ સામે ચેન્નઈએ મુરલી વિજયને શરૂઆતમાં જ ગુમાવી દીધો હતો. માઇક હસી પણ ૧૯ બૉલમાં ૧૬ રન બનાવીને આઉટ થયો હતો, પણ પછી ફૅફ ડુ પ્લેસી (૨૫ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૩)એ સુરેશ રૈના (૩૩ બૉલમાં બે સિક્સર અને ૮ ફોર સાથે ૫૭ રન) સાથે લડત આપતાં ચેન્નઈની જીત માટે આશા જીવંત રાખી હતી, પણ તેઓ આઉટ થઈ ગયા બાદ કોઈ વધુ ન ટકતાં ચેન્નઈ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૭૧ રન સુધી જ પહોંચી શક્યું હતું અને ૧૪ રનથી એની હાર થઈ હતી.

આજે કલકત્તા V/S ઑકલૅન્ડ

કલકત્તા નાઇટરાઇડર્સ : ગૌતમ ગંભીર (કૅપ્ટન), જૅક કૅલિસ, બ્રેન્ડન મૅક્લમ, યુસુફ પઠાણ, મનવિન્દર બિસલા (વિકેટકીપર), મનોજ તિવારી, શાકિબ-અલ-હસન, રાયન ટેન ડૉચેટ, રજત ભાટિયા, ઇકબાલ અબદુલ્લા, બ્રેટ લી, લક્ષ્મીપતિ બાલાજી, સુનીલ નારાયણ

ઑકલૅન્ડ એસીસ : ગૅરેથ હોપકિન્સ (કૅપ્ટન), માર્ટિન ગપ્ટિલ, લુ વિન્સેન્ટ, અઝહર મેહમૂદ, બ્રૅડલી કૅશોપા (વિકેટકીપર), ક્રિસ માર્ટિન, કાઇલ મિલ્સ, આન્દ્રે ઍડમ્સ અને રૉની હીરા.

નોંધ : દરેક ટીમના મુખ્ય પ્લેયરોનાં નામ લખ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2012 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK