કોહલી કે સ્મિથની સરખામણી કરવામાં નહીં, તેમને રમતા જોવામાં વધુ મજા છે : ​સચિન

Published: Feb 08, 2020, 12:43 IST | Sydney

સચિન તેન્ડુલકરનું કહેવું છે કે મને વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથ વચ્ચે સરખામણી કરવામાં કોઈ રસ નથી, પણ મને આ બન્ને પ્લેયરોને રમતા જોવાની ખૂબ મજા આવે છે.

સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકરનું કહેવું છે કે મને વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથ વચ્ચે સરખામણી કરવામાં કોઈ રસ નથી, પણ મને આ બન્ને પ્લેયરોને રમતા જોવાની ખૂબ મજા આવે છે. હાલમાં તેન્ડુલર બુશફાયર ક્રિકેટ બેશમાં પૉન્ટિંગ ઇલેવનનું કોચપદ સંભાળી રહ્યો છે. કોહલી અને સ્મિથની સરખામણી વિશે વાત કરતાં તેન્ડુલકરે કહ્યું કે ‘મને સરખામણી નથી ગમતી. લોકોએ મારી પણ અનેક પ્લેયરો સાથે સરખામણી કરી હતી ત્યારે મેં એમ જ કહ્યું હતું કે મહેરબાની કરીને અમને છોડી દો.

આ બન્ને પ્લેયરો વચ્ચે પણ સરખામણી કરવાનું બંધ કરો અને એ લોકો જે પ્રમાણે રમે છે એનો આનંદ માણો. બન્ને ઇન્ટરનૅશનલ ક્રિકેટનું મનોરંજન કરી રહ્યા છે. તેમને જોઈને મૅચની મજા માણો.’

આ ઉપરાંત સચિને માર્નસ લબુશેનની પણ પેટ ભરીને પ્રશંસા કરી હતી. ઍશિઝની બીજી ટેસ્ટ મૅચમાં જ્યારે માર્નસ સ્મિથની જગ્યાએ સબસ્ટિટ્યૂટ તરીકે રમવા આવ્યો હતો ત્યારે તેના ફુટવર્કને જોઈને જ તેન્ડુલકરે માર્નસમાં કંઈક ખાસ હોવાની વાત કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK