Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્વિટ્ઝરલૅન્ડ સામે આર્જેન્ટિના ક્યારેય હાર્યું નથી

સ્વિટ્ઝરલૅન્ડ સામે આર્જેન્ટિના ક્યારેય હાર્યું નથી

01 July, 2014 06:24 AM IST |

સ્વિટ્ઝરલૅન્ડ સામે આર્જેન્ટિના ક્યારેય હાર્યું નથી

સ્વિટ્ઝરલૅન્ડ સામે આર્જેન્ટિના ક્યારેય હાર્યું નથી




સાઓ પાઉલો : ૨૦૧૪ વર્લ્ડ કપની આ સેકન્ડ લાસ્ટ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ૧૯૭૮ અને ૧૯૮૬ની ચૅમ્પિયન, ૧૯૩૦ અને ૧૯૯૦ની રનર-અપ આર્જેન્ટિનાનો સામનો સ્વિટ્ઝરલૅન્ડ સામે છે. આ વર્લ્ડ કપમાં હૉટ-ફેવરિટ આર્જેન્ટિનાનો પહેલી વાર સ્ટ્રૉન્ગ ટીમ સામે મુકાબલો થવાનો છે.

આર્જેન્ટિનાનો સ્ટાર ખેલાડી લાયનલ મેસી પહેલી વાર વર્લ્ડ કપમાં ચાહકોની અપેક્ષા પ્રમાણેનો પર્ફોર્મન્સ બતાવી રહ્યો છે. ટીમના કુલ ૬ ગોલમાંથી ૪ મેસીએ કર્યા છે અને ગોલ્ડન બૂટની રેસમાં સંયુક્ત રીતે બીજા નંબરે છે. આર્જેન્ટિનાની ત્રણેય જીત મેસીને આભારી હતી, પણ હવે નૉક-આઉટમાં બીજા ખેલાડીઓએ પણ કમર કસવી પડશે, કેમ કે દરેક વખતે મેસી પાસે અપેક્ષા રાખવી ભારે પડી શકે એમ છે.

બીજી તરફ સ્વિટ્ઝરલૅન્ડે ફ્રાન્સ સામે ૨-૫થી ભૂંડો પરાજય જોવો પડ્યો હતો, પણ ઇક્વેડોર અને હૉન્ડુરસને પછાડીને એ ગ્રુપની બીજા નંબરની ટીમ તરીકે પ્રી-ક્વૉર્ટરમાં પહોંચ્યું છે. છેલ્લી લીગમાં સ્વિટ્ઝરલૅન્ડની હૉન્ડુરસ સામેની ૩-૦ની જીતમાં ઝેરદાન શકિરી ત્રણેય ગોલ કરીને હૅટ-ટ્રિક નોંધાવીને સ્ટાર બની ગયો હતો. આમ આજે ચાહકોની નજર મેસી અને શકિરીમાંથી કોણ કમાલ કરીને ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડે છે એના પર જ હશે.

આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચે અત્યાર સુધી ૬ ઇન્ટરનૅશનલ મૅચો રમાઈ છે, જેમાં આર્જેન્ટિનાનો ૪ મૅચમાં વિજય થયો છે અને બે મૅચ ડ્રૉ રહી છે. સ્વિટ્ઝરલૅન્ડ હજી સુધી એક પણ વાર આર્જેન્ટિનાને પછાડવામાં સફળ નથી થયું. આર્જેન્ટિના છેલ્લા ત્રણેય વર્લ્ડ કપમાં પ્રી-ક્વૉર્ટરમાં જીતીને ક્વૉર્ટરમાં પહોંચ્યું છે, જ્યારે સ્વિટ્ઝરલૅન્ડને ૬૦ વર્ષ પછી પહેલી વાર ક્વૉર્ટરમાં પહોંચવાનો મોકો છે.

વર્લ્ડ કપમાં અમેરિકા-બેલ્જિયમ ૧૯૩૦ બાદ પહેલી વાર આમને-સામને

છેલ્લી પ્રી-ક્વૉર્ટરમાં બે બરોબરીની ટીમ વચ્ચે મુકાબલો રોચક બનવાની સંભાવના છે. ૧૧મા ક્રમાંકિત બેલ્જિયમ અને ૧૩મી ક્રમાંકિત અમેરિકા ૧૯૩૦ બાદ પહેલી વાર વર્લ્ડ કપમાં આમનેસામને આવ્યાં છે. અમેરિકાએ ત્યારે બેલ્જિયમને ૩-૦થી પરાજિત કર્યું હતું.

મુશ્કેલ ગ્રુપમાં પોટુર્ગલ અને ઘાના જેવી સ્ટ્રૉન્ગ ટીમને પાછળ રાખીને અમેરિકાએ અપેક્ષા કરતાં બહેતર પર્ફોર્મ કર્યું છે અને ચાહકોને મોટી આશા જગાડી છે અને ટીમ ૧૨ વર્ષ બાદ ક્વૉર્ટરમાં પ્રવેશ કરશે એવો વિશ્વાસ છે. જ્યારે ૧૯૮૬ બાદ પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશવા તત્પર બેલ્જિયમે ગ્રુપની ત્રણેય મૅચ જીતીને ગ્રુપ-લીડર તરીકે મોટી અપેક્ષા સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કયોર્ છે. બેલ્જિયમે હરીફ ટીમોને ત્રણ મૅચમાં એક જ ગોલ કરવા દીધો છે અને એ પણ પેનલ્ટીમાં. બન્ને દેશો વચ્ચેના કુલ પાંચ મુકાબલાઓમાં બેલ્જિયમનો ચારમાં અને એકમાં અમેરિકાનો વિજય થયો છે.



Whatsapp-channel Whatsapp-channel

01 July, 2014 06:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK