વર્લ્ડ કપ વખતે સચિન માટે બનેલા ગીતને વગાડવાની માગણી સ્વામી આર્મીની

Published: 26th December, 2014 05:44 IST

ઇંગ્લૅન્ડના બાર્મી આર્મી ની જેમ ઑસ્ટ્રેલિયામાં વસતા ભારતીય ક્રિકેટશોખીનો સ્વામી આર્મી તરીકે પંકાયા છે. આ ગ્રુપે આગામી ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં રમાનારા વર્લ્ડ કપ દરમ્યાન સચિન તેન્ડુલકર પર તૈયાર કરેલું ખાસ રાષ્ટ્રગીત વગાડવામાં આવે એવી માગણી ત્ઘ્ઘ્ સમક્ષ કરી છે. ૨૦૧૫ના આ વર્લ્ડ કપ માટે ત્ઘ્ઘ્એ ભારતીય લિટલ માસ્ટરને ઍમ્બૅસૅડર પણ જાહેર કર્યો છે.


બિપિન દાણી


ઑસ્ટ્રેલિયાથી આ અખબાર સાથે ટેલિફોન પર વાતચીત કરતાં સ્વામી આર્મી ગ્રુપના મુખ્ય કાર્યકારી અધિકારી ગુરનામ સિંહે જણાવ્યું હતું કે ‘અમને સચિનની ગેરહાજરી ખૂબ સાલે છે. અહીંના શોખીનો પણ કહે છે કે સચિન વિના ભારતીય ટીમને રમતી જોવામાં આનંદ નથી આવતો. મેલબર્નમાં શરૂ થતી બૉક્સિંગ ડે ટેસ્ટમાં અમે ઢોલ અને નગારાં લઈ સ્ટેડિયમમાં પહોંચી જશું. લંચ દરમ્યાન ડાન્સ કરીશું અને સંગીતનો જલસો માણીશું. મેલબર્ન ટેસ્ટમાં લોકોમાં ભારતીય ધ્વજ, ટી-શર્ટ વહેંચીશું. બાળકો માટે ખાસ કૅપ પણ તૈયાર રાખી છે. સિડનીમાં રમાનારી ચોથી ટેસ્ટ પહેલાં પણ આ ગીત વગાડવામાં આવે એવી વિનંતી ઑસ્ટ્રેલિયન ક્રિકેડ ર્બોડને કરીશું.’

સચિન તેન્ડુલકર પરનું આ ગીત ઑસ્ટ્રેલિયાના સંગીતકાર ફિલ ડાયે તૈયાર કર્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે આ ગીત રચવામાં આવ્યું હતું.

દસ વર્ષ પહેલાં સ્વામી આર્મી ગ્રુપની સ્થાપના થયા બાદ પહેલી જ વખત સચિન વિનાની ભારતીય ટીમની ઑસ્ટ્રેલિયા સામે આ પ્રથમ શ્રેણી ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK